વિદેશોમાં પણ છે અચૂક જોવા જેવા ૧૦ સુંદર મંદિરો

દેશ અને વિદેશમાં જેમ ફરવાને માટેની અનેક જગ્યાઓ છે તેમ ભારત સિવાય પણ વિદેશમાં અનેક મંદિરો છે જે પોતે અલગ જ મહત્વ ધરાવે છે. આ મંદિરોની સુંદરતા તેને જોવાથી જ જાણી શકાય છે. અહીં આજે વિદેશોમાં આવેલા ખાસ અને સુંદર મંદિરોની યાદી આપવામાં આવી છે. જે તમને ફરવાની સાથે ધાર્મિક રીતે પણ પસંદ આવી શકે છે.

તાના લૉટ મંદિર, ઇન્ડોનેશિયા

Not only in India, but 10 spectacular and beautiful temples abroad

ઇન્ડોનેશિયાના તાના લૉટ મંદિર એક મોટા સમુદ્રના મોટા શિખર પર બનેલું હોવાના કારણે એક જાણીતું મંદિર ગણી શકાય છે. તેની ખાસિયતની વાત કરવામાં આવે તો તાના લૉટ મંદિર બાલી ટાપુ પરના વિશ્વવિખ્યાત સાત મંદિરમાંનું એક છે. એક મંદિરમાંથી બીજા મંદિરની ઝાંખી થઈ શકે છે. એના કારણે એ મંદિરોની ચેઇન તરીકે જાણીતી છે. તાના લૉટ મંદિરે આવનારા ઇન્ડોનેશિયાના નાગરિકોમાંથી મોટા ભાગના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગ્રામ્ય વિસ્તારોના લોકો હોય છે. તેઓ પોતાના પાકની સફળતા માટે તેમ જ સારી આબોહવા માટે ઈશ્ર્વરને પ્રાર્થના કરવાના હેતુથી આ મંદિરે દર્શન માટે આવે છે. તબાનન સમુદ્રતટ પર આવેલા આ સુંદર મંદિરમાં ખાસ કરીને સૂર્યાસ્તની ઝાંખી કરવા માટે આદર્શ સ્થળ ગણાય છે. આ મંદિર એની ધાર્મિકતા ઉપરાંત પુરાતત્ત્વ વિષયક મૂલ્યો માટે પણ જાણીતું છે.

પો લિન મોનેસ્ટ્રી, હોંગકોંગ

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

આ એક બોદ્ધ મઠ છે અને તેની શોધ વર્ષ 1906માં 3 ભિખારીઓની મદદથી કરાઇ હતી. આ મંદિરને પહેલાં બિગ હટના નામે જાણીતું બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1924માં તેને બદલવામાં આવ્યું છે. 268 પગથિયાથી બનેલું આ મંદિર હોંગકોંગમાં આવેલું છે. જો તમે આ મંદિરની મુલાકાતે જાવ છો તો તમે અહીંની આસપાસની જગ્યાઓની પણ મુલાકાત લઇ શકો છો. આ પ્લેસિસ તમને નાઇટ આઉટ અને ઇવનિંગનો બેસ્ટ અનુભવ આપે છે.

લેપાક્ષી મંદિર, આંધ્રપ્રદેશ

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

આંધ્રપ્રદેશના અનંતપુરમાં લેપાક્ષી નામનું એક ગામ છે, તે 16મી શતાબ્દીમાં બનાવામાં આવ્યુ છે. જે ત્યાંના લેપાક્ષી મંદિરની કલાત્મકતાના કારણે જાણીતુ બન્યુ છે. લેપાક્ષી મંદિરનું નિર્માણ 1583માં વિજયનગરના રાજાને ત્યાં કામ કરનારા બે ભાઇઓ વિરુપન્ના અને વિરપન્નાએ કરાવ્યુ હતુ.જો કે, પૌરાણિક માન્યતા અનુસાર લેપાક્ષી મંદિરમાં વિરભદ્ર મંદિરનું નિમાર્ણ ઋષિ અગસ્ત્યએ કરાવ્યુ હતુ.આ મંદિરમાં જોવાલાયક ઘણી વસ્તુઓ છે. મંદિરમાં ભગવાન શ્રી ગણેશની મૂર્તિ, મંદિર પરિસરમાં નિર્માણ દરમિયાન બચેલા પથ્થરોનો ઢગલો છે.જેનુ શ્રદ્ધાળુંઓ ભાવપૂર્વક પૂજન કરે છે.લેપાક્ષી પહોંચવા માટે બેંગલુરુથી 100 કિલોમિટર દૂર હિંદુપુર પહોંચવુ પડે છે.ત્યાંથી લેપાક્ષી 17 કિલોમિટર દૂર છે. રહેવા માટે ધર્મશાળા તથા જમવા માટે પણ ઉત્તમ સુવિધાઓ છે. લેપાક્ષી મંદિરથી 200 મિટર દૂર મુખ્ય માર્ગ પર પથ્થરથી બનેલી નંદિજીની પ્રતિમા છે જે 27 ફુટ લાંબી અને 15 ફુટ જેટલી વિશાળ છે.તો, વિરભદ્ર મંદિર પરિસરમાં નાગલિગ પ્રતિમા પણ સ્થાપિત છે. એક શિંવલિગ પર સાત ફેણવાળો નાગ બેઠો છે. રામપદ વિશે લોકોની માન્યતા છે કે, તે માતા સિતાજીના પગનાં નિશાન છે.આ સિવાય જે મોટા દેખાય છે તેને શ્રી રામના પદ્મચિન્હો માનવામાં આવે છે.આ સિવાય હનુમાનજીના પગલાંનુ ચિહ્ન પણ આવેલુ છે.

ગોલ્ડન રોક મંદિર, બર્મા

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

બર્મામાં આવેલા આ મંદિરને ગોલ્ડન રોકના નામે પણ ઓળખવામાં આવે છે. આ સોમ રાજ્યનું જાણીતું બૌદ્ધ સ્થળ છે. આ ગ્રેનાઇટ બોલ્ડરની સાથે તેના શિખર પર બનેલું એક નાનું મંદિર છે. અહી ભક્તો સોનાની પરત ચઢાવે છે. 24 ફૂટ ઊંચું આ મંદિર ભક્તોમાં અનેરો વિશ્વાસ જગાવે છે. દંતકથા અનુસાર માનવામાં આવે છે કે ગોલ્ડન રોક પોતે બુદ્ધ ભગવાનના એક વાળ પર ઉભો રહેલો છે. આ સંતુલિત પથ્થર(શીલા) ગુરુત્વાકર્ષણની અવગણના કરતો હોય તેમ લાગે છે. તે ટેકરીની ધાર પર સંતુલિત રીતે ઉભો છે પરંતુ પ્રથમ નજરે એમ લાગે કે હમણાં રગડીને નીચે પડશે. આ શીલા અને મંદિર સમુદ્ર સપાટીથી 3615 ફૂટ ઉપર Kyaiktiyo પર્વતની ટોચ પર આવેલુ છે. જે યૅગન શહેરથી આશરે 130 માઇલ (210 કિ.મી.)ના અંતરે છે. કહેવાય છે કોઈ વ્યક્તિ એક વર્ષમાં ત્રણ વખત તેની મુલાકાતે જાય તેને સંપત્તિ અને સ્વીકૃતિના આશીર્વાદ મળે છે. ગોલ્ડન રોક પેગોડાને દક્ષિણ પૂર્વ એશિયાની એક અજાયબી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આ સ્થળ પ્રવાસીઓથી ભરેલું દેખાય છે.

અરુલમિગુ શ્રી રાજા કલિયમ્મન મંદિર, મલેશિયા

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

મલેશિયાના જૉહરમાં આવેલું આ મંદિરનો 90 ટકા હિસ્સો કાચના લાખો ટુકડાઓથી બનાવવામાં આવ્યો છે. જોહરની સાથે આ મંદિરને કાચના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિરમાં આસમાની, લાલ, પીળા, સફેદ અને જાંબુડી કલરના ત્રણ લાખ કાચના ટુકડાનો પ્રયોગ કરાયો છે. મલેશિયાના જોવાલાયક સ્થળો અને જૂના મંદિરોમાંનું એક ગણી શકાય છે. કાચથી સતત ચમકતા આ હિન્દુમંદિરની શોભા જોતાં જ તેમાં વિશ્વાસ જાગે છે. આ મંદિરને હેરિટેજ સાઇટ પર પણ મૂકવાની વિચારણા ચાલી રહી છે.

શ્રી સુબ્રમનિયર સ્વામી દેવસ્થાન, મલેશિયા

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

આ ગુફા ચૂનાના પત્થરોથી બનાવવામાં આવી છે અને તેનો એક ભાગ મલેશિયાની રાજધાની કુઆલાલંપુરથી 13 કિલોમીટર દૂર આવેલો છે. ભારતની બહાર ભગવાન મુરુગનની આ પ્રતિમા સૌથી મોટી છે. અને તેની લંબાઇ 42.7 મીટરની છે. તેને 1890માં થેબુસ્વામીએ બનાવ્યું હતું. ત્યારથી આ પ્રતિમાં હિન્દુ લોકોના મનમાં વિદેશમાં સ્થાન બનાવી ચૂકી છે. અહીં અનેક શ્રધ્ધાળુઓ અવારનવાર દર્શનાર્થે આવે છે.

વૉટ રોન્ગ ખુન મંદિર, થાઇલેન્ડ

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

થાઇલેન્ડમાં બનેલું આ સુંદર મંદિર અંગ્રેજોમાં સફેદ મંદિરના નામે જાણીતું છે. આખું વર્ષ આ મંદિર ખુલ્લું રહે છે અને સાથે જ અહીં તેમાં પ્રવેશને માટે કોઇ ફી રાખવામાં આવી નથી. આ મંદિર તેની કલાકૃતિની સાથે સાથે સ્કલ્પચરને માટે પણ જાણીતું છે. ભક્તો અહીં દર્શનની સાથે આ કૃતિઓને માણે છે. દર્શનની સાથે ફરવાને માટે પણ આ પ્લેસ બેસ્ટ ગણી શકાય છે.

બોરોબુદુર મંદિર, ઇન્ડોનેશિયા

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

ઇન્ડોનેશિયામાં આવેલું આ મંદિર 9મી સદીમાં મહાયાન બોદ્ધ મંદિર છે. આ મંદિર 2672 રિલિફ પેનલ અને 504 બુદ્ધની મૂર્તિયોથી બનેલું છે. આ વિશ્વનું સૌથી મોટું અને મહાન બૌદ્ધ મંદિરોમાંનું એક છે. યુનેસ્કો (યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક ઍન્ડ કલ્ચરલ ઑર્ગેનાઇઝેશન)ની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં સામેલ બોરોબુદુર મંદિર માનવશરીરની જેમ તળ, મધ્ય કદ અને ટોચ એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. તળ એટલે કે બેઝનો ભાગ ૪૦૩.૫ ચોરસ ફૂટનો છે, જ્યારે એની દીવાલ ૧૩ ફૂટ ઊંચી છે. એની ટોચ ૧૧૫ ફૂટ ઊંચી છે. ૯મી સદીમાં મંદિર બન્યા પછી જાવામાં ૧૪મી સદી દરમિયાન હિન્દુ રાજવી પરિવારોનું નામોનિશાન જતા તેમ જ જાવાના લોકો ઇસ્લામ તરફ વળી જતાં દાયકાઓ સુધી આ મંદિર ખાલી પડ્યું રહ્યું હતું અને ૧૯મી સદીમાં બ્રિટિશ શાસન દરમિયાન મંદિરને ફરી ધમધમતું કરવામાં આવ્યું હતું. મંદિરનું સૌથી મોટું રિનોવેશન કામકાજ ૧૯૭૫માં ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. ૨૭ મે ૨૦૦૬માં ઇન્ડોનેશિયામાં આવેલા પ્રચંડ ભૂકંપમાં મંદિરને મોટું નુકસાન થયું હતું.

ચિયોન ઇન મંદિર, જાપાન

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

જાપાનમાં બનેલા આ મંદિરની ખાસિયત છે કે તેની છત ઉપરની તરફ વળેલી છે અને સાથે અહીં મુખ્ય મંદિરની બહાર એક છત્રી છે જેને મંદિરના પુનનિર્માણ કરીને આર્કિટેક્ટે બનાવી હતી. હિન્દુઓને માટે આ મંદિર એક પવિત્ર સ્થાન ગણવામાં આવી રહ્યું છે. આસ્થાની સાથે વિદેશમાં વિશ્વાસ અપાવનારું આ મંદિર ભક્તોમાં વિશેષ મહત્વ ધરાવી રહ્યું છે.

અક્ષરધામ મંદિર, ન્યૂજર્સી

Not only in India, but 10 spectacular and beautiful temples Foreign

સૌ પહેલી વાર ન્યૂજર્સીમાં અક્ષરધામ મંદિરનું કામ 2014માં શરૂ કરાયું અને સાથે આશા હતી કે તેને 2016માં પૂરું કરાશે, આજે ભારતમાં અક્ષમરધામ મંદિર દિલ્લી અને ગુજરાતમાં છે. ભારતના મંદિરો જેટલું મહત્વ ધરાવે છે તેટલું જ મહત્વ વિદેશમાં આ મંદિરો ધરાવી શકે છે. હિન્દુઓને આ મંદિરમાં અનેકગણી શ્રદ્ધા છે અને આ જ કારણ છે કે વિદેશોમાં પણ આ મંદિર જાણીતા બન્યા છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


5,475 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × 3 =