દુનિયાની નંબર વન હોટલ ઓબેરોય ઉદયવિલાસ
દુનિયાની નંબર વન હોટલ ઓબેરોય ઉદયવિલાસઆજે અહીં રાજસ્થાનના ઉદયપુરની એવી હોટલની વાત કરવામાં આવી રહી છે જેને દુનિયાની નંબર વન હોટલનું સ્થાન આપવામાં આવ્યું છે. આ હોટલ છે ઓબેરોય ઉદયવિલાસ. રાજસ્થાનમાં આ હોટલ 50 એકરમાં બનાવવામાં આવી છે અને તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે દુનિયાની કોઇપણ હોટલને ટક્કર આપી શકે છે. હોટલની સામે એક ઝીલ છે જે ખૂબ જ સાફ, સુંદર અને ફોટોજેનિક છે.
હોટલમાં સ્ટાફ, સર્વિસ અને તેનું ફૂડ કોઇપણ ટૂરિસ્ટને આર્કષવાને માટે પૂરતું છે. ઉદયવિલાસ હોટલ અનેક ટૂરિસ્ટને પોતાની સુવિધાઓની મદદથી સ્વર્ગનો અનુભવ કરાવે છે અને સાથે જ તેમાં અન્ય અનેક સુવિધાઓ અને ક્લાસીસની વ્યવસ્થા ટૂરિસ્ટને માટે કરવામાં આવી હોવાથી તે દુનિયાની બેસ્ટ હોટલ્સમાં નંબર વનનું સ્થાન ધરાવે છે.
હોટલ પોતાના લુકને કારણે જેટલી ક્લાસી છે તેટલો જ રોમાંટિક માહોલ પણ આપે છે. આ હોટલ રાજસ્થાનના ઉદયપુરમાં આવેલી છે. આ હોટલનો લક્ઝરી લુક એવો છે જે ભાગ્યે જ કોઇ હોટલનો હશે. અહીં એક નજરમાં તમે આંખોને આંજી શકો છો. ટૂરિસ્ટની નજર અને દિલમાં સ્થાન મેળવવાને માટે આ યોગ્ય પ્લેસ છે.
આ હોટલની અન્ય સુવિધાની વાત કરવામાં આવે તો અહીં ટૂરિસ્ટ પ્રાઇવેટ બોટ લઇને પણ ફરી શકે છે. ફોટોગ્રાફીના શોખીનો ફરતી સમયે હરણ અને મોરના ફોટોગ્રાફ્સ સરળતાથી લઇ શકે છે. આ હોટલે પોતાનો એક સ્વિમિંગ પુલ પણ બનાવ્યો છે અને દેખાવમાં તે સુંદર, રોયલ અને મોર્ડન સુવિધાઓથી સજ્જ કરાયેલો છે. ટૂરિસ્ટને અહીં કોઇ પ્રકારની તકલીફ થતી નથી અને સરળતાથી આ હોટલની મુલાકાત લઇ શકે છે
આ સુંદર હોટલની જમીન આજથી 200 વર્ષે પહેલાં બંજર હતી અને અહીં શિકાર કરવામાં આવતા હતા. હોટલમાં ટૂરિસ્ટની સુવિધાને માટે જે સ્ટાફ રાખવામાં આવ્યો છે તે પણ ટ્રેન્ડ કરાયેલો છે. આ સ્ટાફ મહેમાનોની સેવામાં રહે છે. એક સર્વે અનુસાર દુનિયાના સૌથી ઉમદા હોટલને માટે તેને બીજી વાર અવોર્ડ મળ્યો છે.
અમેરિકાના એક રીડર પોલ સર્વેએ આ હોટલને દુનિયાની નંબર વન હોટલનો અવોર્ડ આપ્યો છે. આ હોટલને 99 ટકા લોકોએ નંબર વન ગણાવી છે. આ હોટલને ટ્રિપએડવાઇઝર પર ફાઇવ સ્ટારનું રેટિંગ મળી ચૂક્યું છે અને તેમાં રહેનારા લોકો તેને રોયલ હોયલ કહીને બિરદાવે છે.
રહેવાની સાથે સાથે આ હોટલમાં ટૂરિસ્ટના વેલ્યૂ એડિશનને માટે ખાવાનું બનાવવાની તાલીમ, યોગા ક્લાસ અને ઊંટની સવારી, આર્ટ ક્લાસીસ તથા સ્પા ટ્રીટમેન્ટની સુવિધા પણ આપવામાં આવી છે. રેસ્ટોરન્ટનું ખાવાની, સર્વિસ અને યોગ્ય લોકેશન જેવી અનેક બાબતો આ હોટલને દુનિયાની નંબર વન હોટલ બનાવી રહી છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર