ભારતનું પોંડીચેરી પણ ખુબ જ બ્યુટીફૂલ જગ્યા છે. અહી વિદેશીઓનું આકર્ષણ રહે છે. તેઓ ભારતના આ શહેરને પસંદ કરે છે. આ શહેરની સ્થાપના ૭ જાન્યુઆરી સન ૧૯૬૩માં થઇ હતી. આનું વૈદિક નામ ‘વેદપૂરી’ હતું.
ભારતમાં પણ પોંડીચેરી જેવા વિદેશોને પાછળ છોડી દે તેવા શહેરો છે. પોંડીચેરીને ભારતના ‘ફ્રાંસ’ નો દર્જો આપવામાં આવ્યો છે. પોંડીચેરીની ખાસ વાત એ છે કે આ સેમ ટુ સેમ ફ્રાંસની કોપી છે. ભારતમાં સૌથી ખૂબસૂરત શહેરોમાં પોંડીચેરીને શામેલ કરવામાં આવ્યું છે.
પોંડીચેરી શહેરનો અર્થ ‘નવી વસ્તી’ કે ‘નવું શહેર’ થાય છે. અહીનો ફ્રાન્સીસી પ્રભાવ વિદેશી પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. અહીની રાજકીય ભાષા અંગ્રેજી અને ફ્રેંચ છે. ભારતના આ રાજ્યનું ક્ષેત્રફળ ૪૮૦ વર્ગ ફૂટમાં ફેલાયેલ છે. ભારતના આ રાજ્યની 24.73 ટકા વસ્તી કૃષિ પર આધારિત છે.
પોંડીચેરીમાં આવેલ ‘પોંડીચેરી બીચ’ પર્યટકો વચ્ચે ખુબ જ ફેમસ છે. જોકે આ બીચની ઉપર એક કૃત્રિમ તટ બનાવવામાં આવ્યો છે. જેણે ‘લા-ફોકસ પ્લેઝ’ કહેવામાં આવે છે. આનો શાન્દિક અર્થ ‘નકલી બીચ’ થાય છે. આ પ્રાકૃતિક સોંદર્યનું શહેર છે.
આ ભારતનું કેન્દ્રશાસિત રાજ્ય છે, જે ભારતના દક્ષીણ ભાગમાં આવેલ છે. અહી લોકો પ્રકૃતિનું અને સમુદ્રનું સોંદર્ય નિહારવા આવે છે. મહર્ષિ અરવિંદે આ શહેરમાંથી જ અધ્યાત્મ હાંસિલ કર્યું હતું. અહીનો મહર્ષિ અરવિંદ આશ્રમ જોરદાર છે. વિશ્વભરના લોકો અધ્યાત્મ માટે અહી આવે છે.
અહી ઘણા બધા બીચીઝ આવેલ છે, જે અન્ય શહેરો કરતા વધારે સાફ-સુધરા છે. સૂર્યોદય થતા જ અહીના બીચીઝ ઉપર જોતા આસમાન ભૂરા રંગનું લાગે છે, જે લોકોને એક અલગ જ સુકુન આપે છે. આ ચેન્નાઈથી ૧૬૦ કિલોમીટરના અંતરે છે. અહીના સમુદ્રોનું સોંદર્ય જોતા જ બને છે.
જે લોકો એકાંત અને નીરવ શાંતિની તલાશમાં હોય તે ચોક્કસ જ અહી મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આ સ્થળ સાઉથ ઇન્ડિયન ક્વીઝીન (ખાન-પાન) માટે પણ ફેમસ છે. પોંડીચેરી સમુદ્ર સ્થળ હોવાથી તમે અહી ડિફરન્ટ પ્રકારના ‘સીફૂડ’ ની મજા માણી શકો છો. અહી સુંદરતાથી ભરી પડેલ ૨૨ ચર્ચ છે.