દેશ અને દુનિયામાં અનેક જગ્યાઓ છે જે પોતાની સુંદરતાની સાથે સાથે ટૂરિસ્ટને આર્કષવાને માટે મહત્વના કારણો ધરાવતી રહે છે. અહીં આજે પીએમ મોદીની ઇન્સ્ટાગ્રામ સાઇટ્સ પર ફેમસ બનેલી કેટલીક ભારતની પ્લેસને વિશે વાત કરવામાં આવી રહી છે. આ પ્લેસ એવી છે જેને દરેક ભારતીય નામથી તો ઓળખે જ છે અને સાથે જ તે ખાસ મહત્વ પણ ધરાવે છે. તેમ છતાં તે ભારતમાં ઘણું મહત્વના બની રહ્યા છે. આ પ્લેસને માટે કોઇ ખાસ ઓળખની જરૂર નથી.
આજે અહીં ઇન્સ્ટાગ્રામની આવી જ કેટલીક જાણીતી ભારતીય પ્લેસની વાત કરવામાં આવી રહી છે જે તમને નેચરની સાથે આનંદ આપે છે.
અગ્રસેનની બાવલી, દિલ્હી
દિલ્હીમાં અગ્રસેનની બાવલી એક અદ્વિતીય અને રસપ્રદ સ્મારક છે. શહેરની ઉંચી અને આધુનિક ઇમારતથી ગ્રહણગ્રસ્ત, માત્ર અમુક લોકો જ રાષ્ટ્રીય રાજધાનીના ક્ષેત્રમાં આ ઐતિહાસિક વાવ અંગે જાણે છે. 14મી સદીમાં આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જૂની ઐતિહાસિક ઇમારત હોવાથી તે ટૂરિસ્ટમાં એક આર્કષણનું કેન્દ્ર બની રહે છે.
ચાનો બગીચો, કેરલ
ચા માટે દેશ આસામનો ઋણી છે. આસામની કલ્પના મનમાં કરો એટલે ચાના ઢોળાવવાળા બગીચાઓનું ચિત્ર જ સૌપ્રથમ મનમાં આવે. દેશમાં સૌપ્રથમ ચાનું વાવેતર આસામના ઉપરવાસમાં આવેલા દિબ્રુગઢ ઇલાકામાં થયું હતું. આસામનો ચા પકવતા બગીચાનો જે વિશાળ પટ છે એ ચા પકવતો વિશ્વનો સૌથી મોટો પટ છે. વિદેશમાં ભારતમાં ચાનું જે નામ છે એ આસામને આભારી છે. વિદેશ જતી ભારતની ૫૧ ટકા ચા આજે પણ ત્યાં પાકે છે. આસામની ચાની વિદેશમાં ખૂબ માંગ છે. આસામનું પાટનગર ગૌહતી એ ચાની હરાજીનું વિશ્વનું સૌથી મોટું મથક છે. આસામના મોટા ભાગના ચાના બગીચા બ્રહ્મપુત્ર નદીના કાંઠા વિસ્તારોમાં વિકસેલા છે. ટૂરિઝમ તરીકે ચાના બગીચાઓ પોપ્યુલર છે. લોકો ત્યાં આવે છે. ચાના ઉત્પાદનની પ્રક્રિયા નિહાળે છે અને બગીચાઓમાં મહાલે છે. કેરળમાં મુન્નારના ચાના બગીચા પણ જાણીતા છે.
પંચગની, મહારાષ્ટ્ર
અહીંનું અમર સૌંદર્ય વાર્ષિક પર્યટકો, ઘરેલું લોકો અને અન્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. ચગીનીની સુંદર પર્વતમાળા દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. દૂર પર્વતોમાંથી સ્વપ્નની જેમ સૂર્યાસ્ત જોવું, સ્ટ્રોબેરી તોડવાની મોસમનો આનંદ ઉઠાવો, નિરાંતે બોટિંગ કરવું કે પછી પેરાગ્લાઇડિંગનું સાહસ કરવું વગેરે અહીં ઉપલબ્ધ છે.
મંસૂર, ઉત્તરાખંડ
સપાટીથી ૧૮૮૦મીની ઊંચાઈએ આવેલ અને લીલી વનરાજી ઘેરાયેલ આ ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લામાં આવેલું એક શહેર અને નગરપાલિકા છે. આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું છે અને આને ગિરિમથકોની રાણી કહે છે. આની પાસેના શહેર લાંદોરમાં સૈનિક છાવણી છે તે સિવાય આની બાજુમાં બારલોગંજ અને ઝારીપની જેવા શહેર આવેલાં છે. મસૂરી નામ આ ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં મળી આવતા ‘મંસૂર’ ના છોડ પરથી પડ્યું હોવાનું મનાય છે. મંદિરો અને ઊંચાં-ઊંચાં સ્થળો સિવાય અહીં અનેક ધોધ પણ આવેલા છે જે મસૂરીની શોભામાં ચાર ચાંદ લગાવે છે. મસૂરીનું કૈમ્પટી ધોધ અહીંનો સૌથી મોટો ધોધ છે. આ સિવાય મસૂરીમાં ભટ્ટા ધોધ, કૈમલ બેક રોડ, નાગદેવતા મંદિર, ઝડીપાની ધોધ, વામ ચેતના કેન્દ્ર, સર જ્યોર્જ એવરેસ્ટ હાઉસ અને મસૂરીની આજુબાજુમાં આવેલાં સ્થળોમાં ધનોલ્ટી, સુરખંડા દેવી, ચંબા, લાખા મંડલ વગેરે જેવી અનેક જગ્યાઓ પ્રસિદ્ધ છે.
ઓમકારેશ્વર, મધ્ય પ્રદેશ
ઓમકારેશ્વર હિંદુ દેવ શિવ ને સમર્પિત એક મંદિર છે. ભગવાન શિવના ૧૨ જ્યોતિર્લિંગમાંનું આ એક છે. આ મંદિર માંધત કે શિવપુરી નામના નર્મદા નદીના એક ટાપુ પર આવેલું છે. કહેવાય છે કે આ ટાપુનો આકર ॐ જેવો છે. અહીં બે મંદિરો આવેલા છે, ઓમકારેશ્વર (ઓમકારના ભગવાન)અને અમરેશ્વર (અમર દેવોના ભગવાન). અહીં જો તમે રેલમાર્ગે જવા ઇચ્છો છો તો સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલ્વેની રતલામ -ખાંડવાખંડમાં ઓમકારેશ્વર રોડ અહીંથી ૧૨ કિમી દૂર છે. પણ તે મુખ્ય લાઈન પર નથી. મુંબઈ અને દિલ્હીથી જોડાયેલ અન્ય મુખ્ય રેલ્વે મથક ઈંદોર છે જે અહીંથી ૭૭ કિમી દૂર છે.
સૌજન્ય
દિવ્ય ભાસ્કર