એવા સ્થળો જે ભારતના લોકોને છે પસંદ

ભારતમાં ફરવાલાયક અનેક જગ્યાઓ છે. તેમ છતાં જે પ્લેસિસ એડવેન્ચર અને નેચરની સાથે રીલેટેડ હોય છે તે ટૂરિસ્ટને વધારે આકર્ષે છે. ખુલ્લી જગ્યા, શાંત વાતાવરણ અને સાથે જ ત્યાં રહેવાની મજા અલગ જ આનંદ આપે છે. આજે અહીં Incredible Indiaની સાઇટ પરની એવી પ્લેસિસની વાત કરવામાં આવી છે જે એક અલગ જ શાંતિ અને આહ્લાદકતાનો અનુભવ કરાવી શકે છે. રોજિંદી લાઇફના સ્ટ્રેસથી ફ્રેશ થવાને માટે બીચ, ઐતિહાસિક પ્લેસિસ અને ધાર્મિક સ્થળથી વિશેષ કંઇ હોઇ શકે નહીં. માટે આજે Incredible Indiaના આવા જ કેટલાક ખાસ પ્લેસ જે ટૂરિસ્ટે પસંદ કર્યા છે તેને તમારા માટે લાવવામાં આવ્યા છે.

ધનુષકોડી બીચ, તમિલનાડુ 

India 5 quiet and gentle places, tourist Select

તમિલનાડુમાં આવેલો આ બીચ ખૂબ જ નયન રમ્ય છે. અહીં અનેક ટૂરિસ્ટ આવે છે. આ બીચ પામબનના દક્ષિણમાં આવેલો છે. તે 18 માઇલ એટલે કે લગભગ 29 કીમીના વિસ્તારમાં ફેલાયેલો છે. અહીં જ્યારે સાયક્લોન આવે છે ત્યારે તે અલગ જ તોફાન સર્જે છે. તેની શોભા ત્યારે વધી જાય છે. આ બીચની સુંદરતા વર્ષોથી બની રહી છે અને તે જ તેનું આકર્ષણ છે. રામેશ્વરમથી 25-30 કીમી દૂર છે અને અહીં બોટ્સની મજા લેવાનું ચૂકી શકાય તેમ નથી.

કુરુક્ષેત્ર, હરિયાણા 

India 5 quiet and gentle places, tourist Select

આ હરિયાણાનું એક ઐતિહાસિક અને ધાર્મિક સ્થળ છે. અહીં અનેક ટૂરિસ્ટ આવે છે. આ પ્લેસને ધર્મક્ષેત્રના નામે પણ ઓળખવામાં આવે છે. 1530 કીમીના વિસ્તારમાં આ પ્લેસ ફેલાયેલું છે. જેના કારણે પણ તે જાણીતું છે. અહીં ભગવાન કૃષ્ણ અને અર્જુનની કાંસાની પ્રતિમાઓ જોવા મળે છે. ઐતિહાસિક સ્થળ હોવાના કારણે તેને વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. અનેક શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને તેમની ભક્તિને માણે છે.

તીસ્તા રીવર ઓરીજીન, સિક્કિમ 

India 5 quiet and gentle places, tourist Select

12540 સ્કેવર કીમીમાં ફેલાયેલી આ નદી સિક્કિમનું એક આગવું સ્થાન છે. તેમાં તેની સુંદરતાની સાથે સાથે એડવેન્ચરના શોખીનોને માટેનું સુંદર પ્લેસ ગણી શકાય છે. પહાડોની વચ્ચેથી થઇને વહેતી આ નદી અલગ જ દ્રશ્યો સર્જે છે અને સાથે તે ટૂરિસ્ટને આકર્ષવાને માટે મહત્વની બની રહે છે. અહીં રિવર રાફ્ટિંગની મજા સારી રીતે માણી શકાય છે. બરફ અને પહાડોથી ઢંકાયેલી રહેતી હોવાના કારણે આ નદી એક અનેરું આકર્ષણ જમાવે છે.

સનરાઈઝ એટ કન્યાકુમારી , તમિલનાડુ 

India 5 quiet and gentle places, tourist Select

આ એ પ્લેસ છે જ્યાં અરેબિયન સી અને ઇન્ડિયન ઓશન મળે છે. આ પ્લેસ બીચ રિસોર્ટ અને પીલગ્રીમ સેન્ટરને માટે જાણીતું છે. સનરાઇઝ અને સનસેટના સમયે ટૂરિસ્ટની ભીડ રહે છે. રણની સાથે અનેક યાદો અહીં આકર્ષણ જમાવે છે. એડવેન્ચરના શોખીનો માટે અહીં ટ્રેકિંગ, બાઇકિં. સ્વીમિંગ અને સર્ફિંગની મજા લઇ શકાય છે. અહીં ફોટોગ્રાફીને માટે અનેક પ્લેસ છે જેમાં આ પ્લેસ મોખરે છે.

સોલંગ વેલી, હિમાચલ પ્રદેશ 

India 5 quiet and gentle places, tourist Select

સ્નો પીગળવાને કારણે અહીં જે દ્રશ્યો સર્જાય છે તે એક મનોરમ્ય દ્રશ્યો સર્જે છે અને સાથે જ ગરમીની સીઝનમાં મે મહિનામાં આ બરફ વધારે પ્રમાણમાં પીગળતો રહે છે. આ વેલીમાં પેરાશૂટિંગ, પેરાગ્લાઇડિંગ, સ્કેટિંગ અને ઝોરબિંગની મજા લઇ શકાય છે. સ્કીઇંગની મજા લેવી હોય તો તમે શિયાળાની સીઝનમાં અહીંની મુલાકાત લઇ શકો છો.અહીંનું ફૂડ પણ મજા આપે છે ખાસ કરીને આલુ ટિક્કીની મજા લેવા જેવી હોય છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,377 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 4