ભારતના વિરોધની અમેરિકામાં ઐસીતૈસી, ન્યૂયોર્કમાં India’s Daughter જોવા સિતારા ઉમટ્યા

protests in India, United States, New York to see the stars came out to India's Daughter

દિલ્હીના નિર્ભયા રેપકેસ પર બનેલી બીબીસીની વિવાદાસ્પદ ડૉક્યુમેન્ટ્રી ‘ઇન્ડિયાઝ ડોટર’ને ભારતમાં ભલે પ્રતિબંધિત કરવામાં આવી હોય પરંતુ ન્યૂયોર્ક ખાતે ડૉક્યુમેન્ટ્રીનું પ્રિમિયર યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઓસ્કાર વિજેતા હોલિવૂડ અભિનેત્રી મેરીલ સ્ટ્રીપ અને ફ્રિન્ડા પિન્ટો હાજર રહ્યા હતા.

અહેવાલો અનુસાર સોમવારે બરુચ કોલેજ ખાતે પ્રિમિયરની શરૂઆત 2012માં ચાલતી બસમાં ગેંગરેપનો ભોગ બનેલી દિલ્હીની મેડિકલ વિદ્યાર્થીનીને મિણબતી પ્રગટાવી શ્રદ્ધાંજલી આપીને કરવામાં આવી હતી. આ પ્રસંગે અભિનેત્રી મેરિલ સ્ટ્રીપે કહ્યું કે રેપ પીડિત યુવતી એકલી ભારતની દિકરી નથી પણ આપણી પણ દિકરી છે.

ન્યૂયોર્કમાં પ્રિમિયર યોજવાને લઇને છેલ્લા સપ્તાહથી ડૉક્યુમેન્ટ્રીના ડિરેક્ટર લેસલી ઉડવીન પણ ચર્ચામાં છે. ડૉક્યુમેન્ટ્રીમાં છ રેપિસ્ટમાંના એકનું નિવેદન લેવામાં આવ્યું છે જેમાં તે બળાત્કાર માટે પીડિતાને જવાબદાર ગણે છે. ઉલ્લેખનીય છે કે બીબીસીએ ગયા સપ્તાહમાં જ ભારત સરકાર દ્વારા રોક લગાવ્યા છતાં ડૉક્યુમેન્ટ્રી ‘ઇન્ડિયાઝ ડોટર’ને બ્રિટન સહિત યુરોપના દેશોમાં પ્રસારીત કરી હતી જેને કારણે ખૂબ વિવાદ થયો હતો. અહેવાલો અનુસાર સરકારે બીબીસી સમક્ષ કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
આગળની સ્લાઇડમાં જુઓઃ અભિનેત્રી ફ્રિન્ડા પિન્ટો પણ હાજર રહી હતી.

અભિનેત્રી ફ્રિન્ડા પિન્ટો

protests in India, United States, New York to see the stars came out to India's Daughter

હોલિવૂડ અભિનેત્રી મેરીલ સ્ટ્રીપ

protests in India, United States, New York to see the stars came out to India's Daughterસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,773 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>