ભારતના પ્રસિદ્ધ બિઝનેસમેન કરે છે આવી લક્ઝરી કાર્સની સવારી!!

goutam-singhanai-04_010814044042

ભારતના રીચેસ્ટ બિઝનેસમેન જેટલું ઘ્યાન પોતાના બિઝનેસમાં રાખે છે, તેટલું જ વધુ ઘ્યાન તેની લાઈફસ્ટાઈલ માં પણ રાખે છે. આ સેલેબ્સ મોંધી મોંધી લક્ઝરી કાર્સમાં સફર કરવાનો શોખ ઘરાવે છે. ભારતના ઘણા બધા બિઝનેસમેન દુનિયાના સૌથી અમીર લોકોના લીસ્ટમાં આવી ચુક્યા છે. તો ઉલ્લેખનીય છે કે તેમની લાઈફસ્ટાઈલ પણ હટકે જ હોય.

મુકેશ અંબાણી

cars-3

ભારતના પહેલા નંબરના સૌથી ઘનવાન વ્યક્તિ એટલેકે મુકેશ અંબાણી ની લાઈફસ્ટાઈલ એકદમ જ રોયલ છે. ભારતના આ બિઝનેસમેન હંમેશા ચર્ચામાં હોય છે, ક્યારેક બંગલાને લીધે, ક્યારેક બીઝનેસ ને લીધે તો વળી ક્યારેક કાર્સને લીધે.

અંબાણી ની પાસે લગભગ ૧૭૦ સ્ટાઈલીશ કારો નું કલેક્શન છે. આ કલેક્શન માં રોલ્સ રોયસ, બેન્ટલી,  મેયબેક, બુગાટી, મર્સિડીઝ, બીએમડબલ્યુ, ઓડી, પોર્શ અને ફેરારી વગેરે જેવી છે. આમની પાસે BMW 760Li કાર છે, જેની કિંમત લગભગ ૨ કરોડ રૂપિયા છે.

રતન ટાટા

Ratan-Tata-in-his-Ferrari-California

Cadillac XLR અને ferrari California આમની ફેવરીટ કાર છે. રતન ટાટા પાસે ફરારી, મજરાતી ક્વાત્રોપોર્ટે, મર્સીડીઝ એલએસ ૫૦૦, લેન્ડ રોવર ફ્રીલેન્ડર અને બે દશક જૂની Chrysler Sebring જેવી કાર્સ છે. પોતાના ખાલી સમય માં તેઓ આ લક્ઝરી કારમાં ડ્રાઈવ કરવાનું પસંદ કરે છે.

પોતાના રીટાયરમેન્ટ બાદ ખાલી સમય માં તેઓ પુસ્તકો વાંચવાનું વધુ પસંદ કરે છે. તેમને સફળ લોકોની અસફળ કહાનીઓ વાંચવામાં વધારે રૂચી છે.

વિજય માલ્યા

882847

કંગાળ થયા હોવા છતાં વિજય માલ્યા જ એક એવા વ્યક્તિ છે જે પોતાની શાનો-શૌકત માં સહેજ પણ આઘુંપાછુ ચલાવે તેમ નથી. તેમની તમામ વસ્તુઓ રોયલ જ હોય છે. લીકર કિંગ ની ફેવરીટ કાર Maybach 62 (મેયબેક) છે. વિજય માલ્યા પોતાની માટે અય્યાશી ભરી લાઈફ જીવવાનું પસંદ કરે છે.

જોકે તેમની પસંગીની કાર રોલ્સ રોયસ ઘોસ્ટ (rolls royce ghost) પણ છે, જેમની કિંમત ૩.૦૫ કરોડ રૂપિયા છે. ઉપરાંત માલ્યા ના કાર્સ કલેક્શન માં મર્સીડીઝ બેંઝ, ફેરારી કેલીફોર્નીયા, રોલ્સ રોયસ સિલ્વર ઘોસ્ટ, જગુઆર અને ઘણી બધી રોયલ કાર્સ છે.

ગૌતમ સિંઘાનિયા

8_3836338

ગૌતમ રેમંડ કંપનીના માલિક અને એમડી છે. સિંઘાનિયા દેશના જાણીતા બીઝનેસમેન છે. ગૌતમ સિંઘાનિયા સ્પોર્ટ્સ કાર્સ ના ખુબ જ દીવાના છે. સિંઘાનિયા પાસે દેશની સર્વોત્તમ રેસિંગ કાર્સ છે, જેમાંથી Nissan GT-R તેમની ફેવરીટ છે. તેમની પાસે દુનિયાની ઝડપી કાર એરીટલ એટોમ પણ છે, જે માત્ર ૨ જ સેકંડ માં ૧૦૦ કિલોમીટર ની રફતાર પકડે છે.

જોકે તેમની પસંદની કાર લેમ્બોર્ગીની એવેન્ટેડર (Lamborghini Aventador) છે. તેમના કાર્સ કલેકશનમાં ફેરારી 458, લોટસ એલિસ, હોન્ડા એસ 2000 અને લેમ્બોર્ગીની જેવી ઘણી બધી શાનદાર કારોનો કાફલો છે.

Comments

comments


6,259 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 6