ઊટી તમિલનાડુ રાજ્યનું એક સુંદર શહેર છે. જો તમને કુદરતી સ્થળોમાં સફર કરવો સારો લાગતો હોય તો ઉટી સિવાય બીજી કોઈ જગ્યા તમારા માટે સારી ન હોય. અહી દુર દુર સુધી ફેલાયેલ હરિયાળી, ચાના બગીચા અને અલગ અલગ પ્રકારની વનસ્પતિ તમને પોતાની તરફ આકર્ષિત કરશે.
નિલગીરીની ટેકરીઓ વચ્ચે બનેલ ઉટી એક સુંદર જગ્યા છે. આ ભારતનું પ્રસિદ્ધ હનીમૂન ડેસ્ટીનેશન પણ છે. ઉટીને હનીમૂન મનાવવાનું સ્વર્ગ પણ કહેવામાં આવ્યું છે. એમાં કોઈ શક નથી કે પોતાની કુદરતી સુંદરતા આને દક્ષિણ એશિયાની સૌથી સુંદર જગ્યામાંથી એક બનાવે છે.
અહીનો મોસમ હંમેશાં ખુશનુમા રહે છે. દરવર્ષે અહી મે મહિનામાં પુષ્પ દર્શનીય હોય છે. જે પર્યટકો ને ખુબ આકર્ષિત કરે છે. અહીં આખો વર્ષ મોસમ સુહાનો રહે છે. કર્ણાટક અને તામિલનાડુની સરહદ પર વસેલ આ શહેર મુખ્ય રૂપે હિલ સ્ટેશન ના રૂપે ઓળખાય છે. ઉટી સમુદ્ર સપાટીથી લગભગ 7440 ફૂટ (2268 મીટર) ની ઉંચાઈ પર સ્થિત છે.
ઊટીને ‘હિલ સ્ટેશન’ ની મહારાણી પણ કહેવામાં આવે છે. રોમેન્ટિક હોવાની સાથે સાથે નૈસર્ગિક બીચ, હિલ સ્ટેશન અને અદભૂત વન્યજીવનનું સજીવ પ્રતીક દક્ષિણ ભારતની યાત્રા કરવા માટે સૌથી આદર્શ છે.
અહી ફરવા માટે બોટનિકલ ગાર્ડન, ઊટી તળાવ, કેટી વેલી, દોડાબેટ્ટાની ટોચ, કાલહટ્ટી ફોલ્સ અને કોટાગિરિ હિલ વગેરે છે.
બોટનિકલ ગાર્ડન
અહીના બોટનિકલ ગાર્ડન માં તમને છોડની અલગ અલગ પ્રજાતિઓ જોવા મળશે. વર્ષના મે મહિનામાં અહી ફૂલોનું પ્રદર્શન બતાવવામાં આવે છે. અહીના વૃક્ષ અને અશ્મિભૂતને સંભાળીને રાખવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આ 20 મિલિયન વર્ષ જૂના છે.
દોડાબેટ્ટાની ટોચ
ઉટીથી દસ કિલોમીટર દુર છે. અહીની વેલીઝ તમને એક અલગ જ ખુશી આપશે અને અહીના નઝારાઓ મનમોહક છે. અહીંથી તમને કોઇમ્બતુરનો મેદાની વિસ્તાર પણ દેખાશે.
કેટી વેલી
એ એક સુંદર ઝરણું છે. જે ઉંટીથી લગભગ 13 કિમી દુર છે.
ઊટી તળાવ
આ ઊટીથી ત્રણ કિ.મી. દૂર આવેલું છે. અહી તમે ઘોડેસવારીની અને નૌકાવિહારનો આનંદ લઇ શકો છો. એપ્રિલથી જૂન અને ઓક્ટોબરથી અને ડિસેમ્બર અહી ફરવા માટે સારો સમય માનવામાં આવે છે. અહી તમે બોટિંગ અને માછલી પકડવાનો આનંદ લઇ શકો છો.
કાલહટ્ટી ફોલ્સ
આ એક દર્શનીય સ્થળ છે. અહીનો ફોલ્સ લગભગ 100 ફૂંટ ઉંચો છે. અહીનું સોંદર્ય જોઇને કોઇપણ મંત્રમુગ્ધ થઇ શકે છે. ઝરણાની સિવાય તમે અહી જાનવરોની અનેક પ્રજાતિઓ જોય શકશો.
કોટાગિરિ હિલ
અહી તમે સુંદર હિલ રીઝોર્ટ જોઈ શકશો. અહી ચા ના બગીચા પણ છે, જેણે જોવા દુરદુરથી પર્યટકો આવે છે.
ઊટીની ભાતિગળ ભુપૃષ્ટને કારણે અહીં હેંગ ગ્લાઈડિંગ જેવા વિવિધ સાહસિક ખેલ ઉપલબ્ધ છે. ઊટીથી ૨૦ કિમી દૂર આવેલ કલહટ્ટીમાં હેંગ ગ્લાઈડિંગ માટે વિશ્વનું સૌથી સુંદર સ્થળ છે. અહી એક મોટા પતંગ પર સળીયા મારફતે લટકવાનું હોય છે. કલહટીમાં લોંચ ક્ષેત્ર છે જ્યાં જીપ દ્વારા પહોંચી શકાય છે. માર્ચથી મે મહીના દરમ્યાન ઊટીમાં આના અભ્યાસ કરાવાય છે.
અહી પહોચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ કોઇમ્બતુર છે. ઊટી દેશની મુખ્ય રેલવે અને રોડવેઝ માર્ગ સાથે જોડાયેલ છે.