ભારતમાં ધાર્મિક સ્થાનોનું અજોડ સંગ્રહ જોવા મળે છે. જ્યાં દરવર્ષે અસંખ્ય શ્રદ્ધાળુઓ સેકડો મિલ દુર પોતાનો સફર નિશ્ચિત કરે છે. સામાન્ય રીતે માણસને આ સ્થળો પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિ વધારે ગાઢ છે. પ્રત્યેક સ્થળ સાથે કોઈને કોઈ માન્યતા અથવા સંબંધો જોડાયેલા છે તથા બધા સ્થળોને પોતાની વિશેષતા પણ છે. તો ચાલો જાણીએ એવા સ્થળો વિશે, જ્યાં જવાથી તમારા પાપ કપાય જશે.
બદ્રીનાથના બ્રહ્મ કપાળમાં બ્રહ્માજી બ્રહ્મ હત્યાના પાપ માંથી મુક્ત થયા હતા. પુરાણો અનુસાર અહી પીંડ દાન અને શ્રાધ્ય કર્મ કરવાથી આત્મા મુક્ત થઈ જાય છે.
બિહારના ગયામાં દેશ-વિદેશથી હિંદુ શ્રદ્ધાળુઓ પ્રેતશીલ દર્શન અથવા પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે પિંડદાન કરવા આવે છે.
બ્રહ્મપુરાણ માં કહેવાયું છે કે વ્યક્તિ જગન્નાથપુરી માં આવેલ ઇન્દ્રધુમ્ન કુંડમાં સ્નાન કરે તો એ ઇન્દ્રલોકમાં જાય છે. જો જાતક પોતાના પિતૃ પક્ષનું અહી પીંડ દાન કરે છે તેની આવનારી 21 પેઠીનો ઉદ્ધાર થાય છે.
ચારો ધામ માંથી એક ધામ કેદારનાથ મંદિરથી લગભગ 500 મીટરથી દુર સરસ્વતી નદી આવેલ છે તેના કિનારે રેતસ કુંડ છે. કહેવાય છે કે આ કુંડનું જળ જે વ્યક્તિ પીવે તે શિવરૂપ થઈ જાય છે. આ સ્થાન પર ઓમ નામ: શિવાયનું જાપ કરવાથી પાણીમાં પરપોટા(બુલબુલા) થવા લાગે છે. ઉત્તરાખંડમાં દુર્ઘટના ઉપરાંત આ કુંડ લુપ્ત થઈ ગયો છે.
કહેવાય છે કે રાજસ્થાન ના ઝુન્ઝનું જીલ્લામાં અવસ્થિત લોહાગલ સૂર્ય કુંડ એ ભગવાન સૂર્ય નારાયણનું ઘર છે કારણકે ભગવાન સૂર્યદેવે પોતાની પત્ની છાયા સાથે અહી તપ કરીને શ્રી હરિ વિષ્ણુ પાસે અહી રહેવા માટે વરદાન માંગ્યું હતું.
પૌરાણિક કહાની અનુસાર મહાભારત યુદ્ધની ઉપરાંત પાંડવોએ સૂર્ય કુંડમાં સ્નાન કરીને બ્રહ્મહત્યાના પાપ થી મુક્તિ મેળવી હતી. ભગવાન પરશુરાનેમે પણ ક્ષત્રિયોના વધ ઉપરાંત અહી સ્નાન કરીને પોતાના પાપોનો અંત કર્યો હતો.
આ ઉપરાંત રાજસ્થાનનો પુષ્કર મેળો, ગઢમુક્તેશ્વર ગઢ ગંગા, બનારસનો મણિકર્ણિક ઘાટ, પશુપતિનાથ બાગમતિ ઘાટ, હરિયાણાનો કપાળમોચન અને ઋણમોચન સરોવર આ બધા એવા પ્રસિદ્ધ સ્થાન છે જ્યાં જવાથી અથવા સ્નાન કરવાથી મોક્ષ તો પ્રાપ્ત થાય જ છે સાથે પાપ પણ નષ્ટ થઈ જાય છે.