ભાઈ બહેનના પવિત્ર સબંધનો તહેવાર એટલે રક્ષાબંધન

Happy-Raksha-Bandhan-Pics-2016

રક્ષાબંધન એ હિંદુ ઘર્મનો તહેવાર છે. ભાઈ બહેનનો આ તહેવાર 18 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. આ ભાઈ અને બહેનના સ્નેહનો પર્વ છે. આને શ્રાવણ માસની પૂર્ણિમામાં દિવસે ઉજવવામાં આવે છે.

માત્ર રક્ષાબંધન જ એક એવો તહેવાર છે જેમાં છોકરીઓનું વધારે મહત્વ હોય છે. ભાઈ બહેનના સબંધને સૌથી પવિત્ર માનવામાં આવે છે. પુરા દેશમાં આ પર્વને ધામ-ધૂમથી મનાવવામાં આવે છે. રક્ષાબંધન આવતાની સાથે જ માર્કેટ પણ રાખડીઓ થી સજાય જાય છે. બહેન પોતાના ભાઈ માટે રાખડી ખરીદે છે અને તેને જમણા હાથના કાંડામાં બાંધે છે.

રક્ષાબંધનમાં ‘રાખડી’ કે ‘રક્ષાસૂત્ર’ નું વધારે મહત્વ હોય છે. રાખડી રેશમી દોરા વાળી હોય છે. આ ફેસ્ટીવલમાં બહેન પોતાની મનપસંદ વસ્તુને પોતાના ભાઈ પાસેથી ગીફ્ટ તરીકે માંગે છે. આ તહેવારમાં ફક્ત બહેન ભાઈને જ નહિ પણ ગુરુ, પરિવાર અને સબંધિઓમાં પરિવારની નાની છોકરી પાસે રાખડી બંધાવવામાં આવે છે.

rakhi20133

આનું વર્ણન પુરાણોમાં પણ મળી આવે છે કે, જયારે દેવ અને દાનવોમાં યુદ્ધ થતું હતું ત્યારે દાનવો ખુબજ શક્તિશાળી હતા. ભગવાન ઇન્દ્ર ગભરાઈને બૃહસ્પતિ પાસે ગયા. ત્યાં બેસેલ ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી બધું સાંભળી ગઈ. તેથી તેણીએ રેશમી દોરામાં મંત્ર ફુકીને પવિત્ર કરી પોતાના પતિના હાથે બાંધી દીધો. સંયોગ વશ તે દિવસ ‘શ્રાવણ પૂર્ણિમા’ નો હતો.

આ પર્વ ભાઈ બહેનના સબંધને જોડવાની સાથે સાથે સાંસ્કૃતિક અને સામાજિક મહત્વ પણ ધરાવે છે. આનું મહત્વ સમજતા પહેલા આનો અર્થ સમજવો જરૂરી છે. ‘રક્ષાબંધન’ ‘રક્ષા+બંધન’ એમ બે શબ્દ મળીને બને છે. અર્થાત્ એવું બંધન જે રક્ષાનું વચન લે, રક્ષાના બંધનમાં બંધાય છે. આ દિવસે ભાઈ બહેનના દાયિત્વોનું વચન પોતાના પર લે છે.

રક્ષાબંધનનું મહત્વ

03090_517175

રક્ષાબંધન ભાઈ બહેનના સબંધની પહેચાન છે. રાખડીનો દોરો બંધાવ્યા બાદ બહેન પોતાના ભાઈ પાસે પોતાની રક્ષાનો પ્રણ લે છે. જોકે, ભાઈ બહેનના પ્રેમ અને કર્તવ્યની ભૂમિકા કોઈ દિવસનો મોહતાજ નથી, પરંતુ રક્ષાબંધનના ઐતિહાસિક અને ઘાર્મિક મહત્વને લીધે આ દિવસ સ્પેશ્યલ બની જાય છે. રક્ષાબંધન ના સંદર્ભમાં માનવામાં આવે છે કે જો આ તહેવારનું કોઈ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ ન હોત’તો કદાચ આ પર્વ અસ્તિત્વમાં જ ન આવ્યો હોત.

જ્યારે રાજા પોરસ અને મહાન યોદ્ધો સિકંદરની વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે સિકંદરની પત્નીએ પોરસની રક્ષા માટે તેના હાથે રક્ષાસુત્ર બાંધ્યું હતું તેને પણ રક્ષા-બંધનનું જ એક સ્વરૂપ માનવામાં આવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,473 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>