ભાઈજાનઝ:આ રેસ્ટોરન્ટ અપાવે છે સલમાનની યાદ,અંદર છે આવી સજાવટ

Bhaijanajha: This restaurant is reminiscent remember Salman, the decorations inside

ફિરોઝા બ્રેસલેટનું બનેલુ ટેબલ અને ગેલેક્સી એપાર્ટમેન્ટની બાલ્કની સાથે મળતી આવતી સ્પેસ.આ નજારો સલમાનના ઘરનો નહીં પણ બાન્દ્રામાં આવેલા ભાઈજાનઝ રેસ્ટોરન્ટ નો છે.આ રેસ્ટોરન્ટ સલમાનની યાદ અપાવી દેશે તેમાં કોઈ બેમત નથી.

સલમાનના હોમ ટાઉન એવા કાર્ટર રોડ સાથે જોડાયેલો આ રેસ્ટોરન્ટની થીમ સલમાન સ્ટાઈલની છે.રોચક વાત તો એ છે કે,આ સ્થળ સલમાનના પાંચ ચાહકોના ભેજાની ઉપજ છે. જ્યાં સલમાનના ચાહનારાઓની ભીડ જામતી જોવા મળે છે.રેસ્ટોરન્ટના પાંચ માલિક-ઝફર સયેદ યુસુફ,સુહૈલ સિદ્દીકી,રાહુલ કનલ,ગોવિંદ અને બિઝનેસમેન ખુર્શીદ ખાન છે.આ પાંચેય સારા મિત્રો પણ છે.

ભાઈજાનઝના વિચાર પાછળની રસપ્રદ વાત કરતા સુહૈલ સિદ્દીકી કહે છે,’ભાઈજાનઝ કોઈ પૂર્વ આયોજીત બિઝેનસ પ્રોજેક્ટ નથી.આ વિચાર અમે પાંચેય એક ઈટરીની લોન્જમાં મસ્તી કરતા હતાં ત્યારે આવ્યો હતો’

એક સામાન્ય વિચારને ટીમે ગંભીરતાથી લીધો અને ત્યાર બાદ પાછુવળીને જોયુ નહીં,શેફ તબરેઝ શેખે જણાવ્યું કે,’અમે રેસ્ટોરન્ટના નામ માટે અમુક મીટિંગ્સ કરી,જેમાં ઈન્ટીરીયર્સ અને ક્યુઝીનને લઈ ચર્ચા કર્યા બાદ 14 દિવસમાં જ સેટઅપ ઉભુ કર્યું અમે અને ઉદ્દઘાટન પણ થઈ ગયુ’. તબરેઝ કેટરિંગ સંબંધિત વસ્તુઓની દેખરેખ રાખે છે,આ પહેલા તે લંડન સ્થિત ફાઈવસ્ટાર હોટલ રેડીસનમાં કામ કરતો હતો.

આ રેસ્ટોરન્ટની ડિઝાઈન સલમાનના વ્યક્તિત્વની યાદ અપાવે તે રીતે કરાઈ છે.રેસ્ટોરન્ટના પ્રવેશ દ્વાર પર સલમાનની મીણની પ્રતિમા લગાવવામાં આવશે.જ્યારે 108 સાયકલ ચેનમાં થી લગભગ 180 કિલો વજનનું ઝુમર બનાવ્યું છે.આ રીતે જ સીટીંગ એરિયા મેટલ ડિસ્કમાંથી તૈયાર કરાયો છે.તેમજ ઈટરીની થીમ મોરોક્કન છે.ફ્લોર સેક્શનમાં મોરક્કન ટાઈલ્સ લગાવાઈ આવી છે.

બહારની તરફ સલમાનની ફિલ્મના ડાયલોગ્સ સાથેનો હિસ્સો

Bhaijanajha: This restaurant is reminiscent remember Salman, the decorations inside

મોરોક્કો થીમનું ફ્લોરિંગ

Bhaijanajha: This restaurant is reminiscent remember Salman, the decorations inside

સ્પ્રોકેટ્સમાંથી બનેલુ ટેબલ

Bhaijanajha: This restaurant is reminiscent remember Salman, the decorations inside

સાયકલની ચેનમાંથી બનેલુ ઝુમર

Bhaijanajha: This restaurant is reminiscent remember Salman, the decorations inside

રેસ્ટોરન્ટનાં પાંચેય માલિક

Bhaijanajha: This restaurant is reminiscent remember Salman, the decorations insideસૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,628 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>