ભગવાન શિવે જ આપ્યું હતું વિષ્ણુને સુદર્શન ચક્ર, જાણો પૌરાણિક રોચક કથા

Lord Shiva Vishnu gave the Sudarshan Chakra, know the story of the mythical Delicious

ભગવાન શિવ અને વિષ્ણુ સાથે જોડાયેલી અનેક કથાઓ આપણા ધર્મ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. એવી જ એક રોચક કથા છે વિષ્ણુના સંકલ્પની.

પૌરાણિક કથાઃ-

એકવાર ભગવાન વિષ્ણુ, શિવજીની પૂજા કરવા માટે કાશી આવ્યા. ત્યાં મણિકર્ણિકા ઘાટ ઉપર સ્નાન કરીને તેમને એક હજાર સ્વર્ણ કમળ ફૂલોથી ભગવાન શિવની પૂજાનો સંકલ્પ કર્યો. અભિષેક પછી જ્યારે ભગવાન વિષ્ણુ પૂજા કરવા લાગ્યા તો શિવજીએ તેમની ભક્તિની પરીક્ષા લેવા માટે એક કમળનું ફૂલ ઓછું કરી દીધું. ભગવાન વિષ્ણુને પોતાના સંકલ્પની પૂર્તિ માટે એક હજાર કમળના ફૂલો ચઢાવવાના હતા.

એક પુષ્પની ખોટ જોઈે તેમને વિચાર્યું કે મારી આંખો જ કમળની સમાન છે એટલા માટે મારા કમળનયન અને પુન્ડરીકાક્ષ કહેવામાં આવે છે. એક કમળના ફૂલની જગ્યાએ હું મારી પોતાની આંખ જ ચઢાવી દઉં છું. એમ વિચારીને ભગવાન વિષ્ણુ જેવા પોતાની આંખ ભગવાન શિવને ચઢાવવા માટે તૈયાર થાય, એ જ વખતે શિવજી પ્રગટ થઈને બોલ્યા- હે વિષ્ણુ, તમારી સમાન સંસારમાં બીજું કોઈ જ મારું ભક્ત નથી. ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમને સુદર્શન ચક્ર પ્રદાન કરેલું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,348 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 9 =