બ્રેકફાસ્ટ માટે બનાવો – મેથીના થેપલાં

સામગ્રી

Gujarati-Methi-Thepla-For-Travel

*૨ કપ ઘઉંનો લોટ,

*૧ ટેબલ સ્પૂન ઓઈલ,

*૧/૨ કપ સમારેલ મેથી,

*૨ ટેબલ સ્પૂન દહીં,

* ૧/૪ ટેબલ સ્પૂન હળદર,

* ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,

*૧ ટેબલ સ્પૂન ખાંડ,

*સ્વાદાનુસાર મીઠું.

રીત

methi-roti

લોટ બાંધવા માટે સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, ઓઈલ, સમારેલ મેથી, દહીં, હળદર, લાલ મરચું, ખાંડ અને મીઠું નાખીને પાણીથી લોટ બાંધવો. હવે બાંધેલા લોટને રોલ (ગોયણા) કરીને થેપલા વણવા. વણ્યા બાદ એક થેપલાને નોનસ્ટીક પેનમાં મુકવું. ત્યારબાદ ઉપરથી સહેજ બંને સાઈડ ઓઈલ નાખવું. તો તૈયાર છે મેથીના થેપલા. આવી રીતે બીજા બધા થેપલા પણ વણવા. ગરમાગરમ થેપલાને તમે ગળ્યા કે ખાટા અથાણા સાથે પીરસી શકો છો.

Comments

comments


5,039 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 9