બ્રાયને કરેલી મદદ – જાણવાજેવું.કોમ

True Help for sahitya | Janvajevu.com

શિયાળાનો એ અત્યંત ઠંડો દિવસ હતો. અમેરિકાના એક હાઇવે પર સાઈડપાર્કિંગમાં પોતાની વૈભવશાળી કાર ઉભી રાખીને એક વૃધ્ધ સ્ત્રી કોઈની મદદની રાહ જોતી હતી. ફૂલ સ્પીડમાં જતી ઠગલાબંધ ગાડીઓ સામે એણે હાથ હલાવી જોયો હતો, પરંતુ ઠંડી સાંજનો ઝાંખો પ્રકાશ અને અત્યંત ઝડપ તેમજ વરસતા બરફના કારણે કોઈનું ધ્યાન એના પર ન હતું અને કદાચ કોઈનું ધ્યાન પડ્યું હશે તો પણ કોઈ ઉભું નહોતું રહ્યું. એ અમીર માજીના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટપણે ઉપસી આવી હતી.

એ માજી નિરાશ થઈને પોતાની કારમાં પાછા બેસવા જતા હતા એજ વખતે એક જૂની અને ખખડધજ કાર એમની કારની પાછળ આવીને ઉભી રહી ગઈ. એમાંથી સાવ લધરવધર લાગતો એક ગરીબ હબસી ડ્રાયવર ઉતર્યો. પેલા પૈસાદાર માજીને બીક લાગી.કાળા માણસો ધણી વખત આવી એકલી સ્ત્રીઓને લુંટી લેતા હોય છે અને અમુક કિસ્સામાં મારી પણ નાખતા હોય છે એ વાતનો માજીને બરાબર ખ્યાલ હતો. એટલે એમને વધારે બીક લગતી હતી.

એ માણસ એમની પાસે આવ્યો. ભય અને ઠંડી બંનેની ભેગી અસરથી માજીના હાથપગ ધ્રુજવા લાગ્યા. પેલો કાળો માણસ એ માજીના ડરને જાણી ગયો. અત્યંત નરમાશથી એ બોલ્યો, ‘મેમ ! ગભરાશો નહિ. હું તમને મદદ કરવા આવ્યો છું. તમને એકલા અટુલા અહી હાઇવે પર ઉભેલા જોયા એટલે હું સમજી ગયો હતો કે તમારી કારમાં કંઈક પ્રોબલેમ થયો હશે. મારી નામ બ્રાયન છે. હું પૂછી શકું કે તમારી કારમાં શું તકલીફ ઉભી થઇ છે ?’

બ્રાયનના વિવેકી અવાજ અને શિષ્ટ વ્યવહારથી માજીની બીક થોડી ઓછી થઇ. એમને એ સારો માણસ લાગ્યો.એમણે કહ્યું ‘ કઈ વધારે પ્રોબ્લેમ નથી ભાઈ. ફક્ત ડાબી તરફનું આગળનું ટાયર બેસી ગયું છે અને હું એ વ્હીલ બદલી શકું તેમ નથી’.

બ્રાયને જોયું તો કારની ડાબી તરફનું આગળનું વ્હીલ બેસી ગયું હતું, પરંતુ એક વૃદ્દ સ્ત્રી માટે તો એ પણ એક અધરું કામ જ હતું. બ્રાયને તેમની ડીકીમાંથી જેક તેમજ પાના-પક્કડ કાઠ્યા. પછી માજી ને કહ્યું માજી ‘! તમે એક કામ કરો. ગાડીમાં બેસી જાઓ.ત્યાં તમને ઠંડી ઓછી લાગશે’.

માજી ગાડીમાં બેસી ગયા. બ્રાયને વ્હીલ બદલવાનું શરુ કર્યું.

પેલા માજીની બીક હવે સાવ જતી રહી હતી. કોઈ અજાણ્યો માણસ પોતાને મદદ કરી રહ્યો હતો અને પોતે ગાડી બંધ કરીને બેઠા હતા એ એમને યોગ્ય ન લાગ્યું. એમને બારીનો કાચ ઉતારીને બ્રાયન સાથે વાત શરુ કરી, ભાઈ ! હું તમારો આભાર કઈ રીતે માનું ? જો તમે ન ઉભા રહ્યા હોત તો આજે રાત્રે આવા નિર્જન હાઇવે પર હું શું કરત ? એકાદ કલાકમાં તો સાવ અંધારું પણ થઇ જશે’

‘માજી ! મુશ્કેલીમાં ફસાયેલાની મદદ કરવી એ આપણી ફરજ છે અને હું ફક્ત એટલું જ કરી રહ્યો છું જે મારે આ સમયે કરવું જોઈએ.તમે કઈ તરફ જઇ રહ્યા છો ?’ વ્હીલ બદલતા બ્રાયને કહ્યું.

‘હું સેંટ લુઈ જઈ રહી છું.’ ત્યા જ રહું છું.’ માજીએ જવાબ આપ્યો. પછી પૂછ્યું ‘ભાઈ બ્રાયન ! તમે કામ શું કરો છો ?’

કારના વ્હીલનો છેલ્લો બોલ્ટ ફીટ કરીને બ્રાયન ઉભો થયો. એની આંખમાં આંસુ આવી ગયા.ડીકીમાં પંક્ચર થયેલી વ્હીલ અને જેક વગેરે મુકતા એ બોલ્યો, ‘સાવ બેકાર છું ! છેલ્લા બે મહિનાથી મારી પાસે કોઈ કામ નથી.’

True Help for sahitya | Janvajevu.com

એટલું કહી એ પોતાની કાર તરફ જવા રવાના થયો.

અચાનક જ પેલા માજી પોતાની કારમાંથી ઉતરીને એની પાસે આવ્યા. પર્સમાંથી થોડા ડોલર્સ કાઠી એને આપવા લાગ્યા, પરંતુ બ્રાયને એ લેવા સ્પષ્ટ ઇનકાર કરી દીધો.પોતાની ગાડીનો દરવાજો ખોલતા એણે એટલું કહ્યું કે કોઈ પણ દુખી વ્યક્તિ દેખાય તો માજી એ એને મદદ કરવી. હા ! એ વખતે બ્રાયનને એ યાદ કરી લે તો પણ વાંધો નહિ !
એ પોતાની ગાડીમાં બેસી ગયો.માજીએ પોતાની ગાડી તરફ જતા પૂછ્યું, ભાઈ બ્રાયન ! આગળ નજીકમાં કોઈ રેસ્ટોરંટ હશે ખરું ? તમે અહીના લાગો છે એટલે પુછુ છું.’

‘હા માજી ! અહીથી થોડાક કીલોમીટ્ર્સ આગળ જશો એટલે એક નાનકડું ટાઉન આવશે.ત્યાં હાઇવે પર એક રેસ્ટોરંટ છે.હું પણ એ જ ટાઉનમાં રહું છુ. ચાલો, આવજો !’ બ્રાયને વિદાય લેતા કહ્યું.

એનો અદ્ભુત વ્યવહાર જોઇને માજી આશ્ચર્યચકિત થઇ ગયા. થોડી વાર એમજ પોતાની કારમાં બેઠા રહ્યા. પછી ધીમે ધીમે એમને પણ પ્રયાણ કર્યું.

થોડાક કિલોમીટર્સ દુર ગયા પછી રોડસાઈડમાં જ એક રેસ્ટોરંટ એમને જોયું.એમને ગાડી પાર્ક કરી અને અંદર ગયા.રેસ્ટોરંટ સાવ નાનકડું જ હતું. એને એટલું બધું સારું પણ નહોતું. પરંતુ થોડી પેટપૂજા માટે ચાલશે એવું વિચારીને એમને પોતાની જગ્યા લીધી.આમેય આટલી મોડી સાંજે અને એ ઉમરે સારા રેસ્ટોરંટની શોધમાં ભટકવાનું એમને યોગ્ય ન લાગ્યું.

‘હેલ્લો મેમ ! ગુડ ઇવનીંગ ! હું તમારી શું સેવા કરી શકું ? શું લેવાનું પસંદ કરશો ?’ એ પ્રેમાળ અવાજે એમને વિચારોમાંથી બહાર લાવી દીધા.માજીએ જોયું તો એક વેઈટ્રેસ એમનો ઓર્ડર લેવા માટે ઉભી હતી. એ થાકેલી લાગતી હતી, પરંતુ પ્રેમાળ હાસ્ય સાથે પૂછી રહી હતી.માજીના ભીના વાળ લુંછવા માટે એણે નેપ્કીન આપ્યો. પાણી મુક્યું. માજી જોય રહ્યા. એ વેઈટ્રેસને પુરા મહિના જતાં હતા. પ્રેગ્નન્સીના છેલ્લા મહિનાઓમાં પણ એ કામ કરી રહી હતી. એ પણ આવા  ફાલતું રેસ્ટોરંટનું થકવી નાખતું કામ એને કરવું પડતું હશે.માજીને થયું કે  એ સ્ત્રીની આર્થિક હાલત કેટલી ખરાબ હશે કે એ આવા છેલ્લા દિવસોમાં પણ એ આવું દોડાદોડી અને શ્રમવાળું કામ કરી રહી હતી.આ બધું વિચારતા તેમને પોતાનો ઓર્ડર નોંધાવ્યો. થોડીવાર માં એમણે મગાવેલ વાનગી પેલી વેઈટ્રેસ મૂકી ગઈ.

જમવાનું પતાવીને માજીએ બીલ મગાવ્યું. બીલ ફક્ત થોડા ડોલર્સ જ હતું. છતાં માજીએ 100 ડોલરની નોટ મૂકી. વેઈટ્રેસ છુટ્ટા પૈસા લેવા ગઈ.એટલી વારમાં જ હળવેથી એ માજી ત્યાંથી રવાના થઇ ગયા.

વેઈટ્રેસ છુટ્ટા લઈને પછી આવી ત્યારે માજી ત્યાં નહોતા.પ્લેટ પાસે બીજી એક 100 ડોલરની નોટ પડી હતી. બાજુમાં પડેલા પેપેર નેપકીન પર લખેલું હતું કે, ‘ ડીયર ! આ બધા જ પૈસા તારી ટીપના છે. તારે મને કઈ જ પાછુ આપવાનું રહેતું નથી. હું પણ થોડાક કલાકો પહેલા મુશ્કેલીમાં હતી ત્યારે કોઈકે મને ની:સ્વાર્થ મદદ કરી હતી.એ વ્યક્તિના કહેવા મુજબ હું તને મદદ કરી રહી છું. આપણે બધાએ બીજાને  મદદરૂપ થવાની આ ભાવનાને અને  ની:સ્વાર્થ  પ્રેમની આ સરવાણીને જીવંત અને વહેતી રાખવી જોઈએ! ‘

વેઈટ્રેસની આંખમાં આંસુ આવી ગયા.પંદર દિવસ પછી જ એની ડિલીવરી થવાની હતી. આવનાર બાળક માટે જરૂરી ચીજવસ્તુઓ, કપડા વગેરે લેવા માટે જાણે ભગવાને જ મદદ મોકલી હોય એવું એને લાગ્યું.

સાંજનું થકવી નાખતું કામ પતાવી, બધા ટેબલ સાફ કરી ઘરે જતી વખતે એ વેઈટ્રેસને સતત એ જ વિચાર આવતો હતો કે પેલા માજીને કઈ રીતે અંદાજ આવી ગયો હશે કે પોતે ખુબજ આર્થિક મુશ્કેલીમાં છે ? આમ તો એને આખી ઘટના ચમત્કાર જેવી જ લગતી હતી. ઘરે પહોચી આ બધા વિચારોમાં જ એને પથારીમાં લંબાવ્યું. પોતાના પતિના મોં પર પણ અત્યંત ચિંતાઓ લીપાયેલ જોયને એણે એના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બધું જ ઠીક થઇ જશે. તું જરાય ચિંતા કરતો નહિ. ભગવાને આપણા માટે પૈસાની વ્યવસ્થા કરી દીધી છે,  બ્રાયન !’

બ્રાયન આશ્ચર્ય અને રાહતભરી નજરે પોતાની પત્ની સામે જોઈ રહ્યો. !

True Help for sahitya | Janvajevu.com

સૌજન્ય
ડો . આઈ. કે. વીજળીવાળા

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,905 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>