બોલિવૂડમાં એવી ઘણી બધી વાતો છે જેને કદાચ તમે નહિ જાણતા હોઉં. બોલીવુડમાં એક્ટર્સની નાના માં નાની વાત પણ મોટી ખબર બની જાય છે પરંતુ, એવી નાની વાતો છે જે કદાચ જ ફેમસ બની જાય છે. આજે અમે તમને આ લેખ દ્વારા બોલિવૂડ સ્ટાર્સની પર્સનલ લાઈફ સાથે જોડાયેલ વાતો જણાવવાના છીએ.
હ્રીતિક રોશન
* હ્રીતિક રોશનની વાસ્તવિક સરનેમ ‘નાગરથ’ છે રોશન નહિ.
* ફિલ્મ ‘જીંદગી નાં મિલેગી દોબારા’ માં હ્રીતિકે બધા સ્ટંટ જાતે કર્યા છે જેમ કે પાણીની અંદર જવું, પ્લેનથી કૂદવું અને બુલ (આખલો) સામે કુશ્તી કરવી વગેરે…
* ફિલ્મ ‘કહોના પ્યાર હે’ નું નામ વર્ષ 2002 માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ માં સૌથી વધારે એવોર્ડ જીતવા વાળી ફિલ્મ માટે દર્જ છે. આ ફિલ્મે ‘92’ પુરસ્કારો જીત્યા હતા.
* હ્રીતિક રોશનને નાનપણમાં બોલતા અચકાવવાની ટેવ હતી.
અમિતાબ બચ્ચન
* અમિતાબ બચ્ચન પહેલાથી સમયના પાક્કા છે. તેઓ ફિલ્મના શૂટીંગ દરમિયાન સેટ પર ચોકીદાર અને ગેટકીપર થી પણ પહેલા પહોચી જાય છે, જેથી તેમણે ગેટ પણ જાતે જ ખોલાવો પડે છે.
* અમિતાબ બચ્ચન ફિલ્મમાં આવ્યા પહેલા ફ્રેઈટ બ્રોકર (ભાડા દલાલ) નું કામ કર્યું છે.
રણવીર સિંહ
* રણવીર સિંહનું વાસ્તવિક નામ રણવીર સિંહ ભવાની છે અને સંબંધોમાં તે અભિનેત્રી સોનમ કપૂર ભાઈના છે.
ઐશ્વર્યા રાય બચ્ચન
* ઐશ્વર્યાના પાલતુ કૂતરાનું નામ ‘ગુલ્લુ’ છે.
* ઐશ્વર્યા જયારે ૯ માં ધોરણમાં ભણતી હતી ત્યારે પહેલી પેન્સિલની જાહેરાત કરી હતી.
શાહરુખ ખાન
* શાહરુખ ખાનને 2 વખત એરપોર્ટ પર ફક્ત એ માટે પકડવામાં આવ્યા હતા કારણકે તેમના નામની પાછળ ‘ખાન’ સરનેમ લાગે છે.
* તેમણે આઈસ્ક્રીમ ખાવો જરા પણ પસંદ નથી.
* શાહરુખ ખાન ને મોઢાથી અવાજ કરતા જમવાનું સારું નથી લાગતું.
* શાહરૂખ ખાન તેમના માતા-પિતાની કબરમાં એક વર્ષમાં 4-5 વખત જાય છે.
આમિર ખાન
* આમિર ખાને એક વાર માથામાંથી બધા વાળ કપાવી નાખ્યા હતા કારણકે એક છોકરીએ તેમના પ્રેમને રિજેક્ટ કરી નાખ્યો હતો.
* આમિર ખાન વર્ષમાં ફક્ત એક જ મૂવી કરે છે.
* આમિર ખાન ઘણી બધી અભિનેત્રીઓના હાથની હથેળીમાં થૂકી ચુક્યા છે. કહેવામાં આવે છે કે તેઓ તેની (અભિનેત્રી) હસ્તરેખા વાંચવાના નામે મજાક કરે છે.
સલમાન ખાન
* સલમાન ખાન ને ન્હાવાના સાબુ ભેગા કરવાનો શોખ છે. તેમના બાથરૂમ અલગ અલગ પ્રકારના સાબુનું કલેકશન છે. તેમના ફેવરીટ સાબુ કુદરતી ફળો અને શાકભાજીથી બનેલ સાબુ છે.
* સલમાન ખાને અત્યાર સુધી કોઇપણ અભિનેત્રી સાથે કોઇપણ ફિલ્મમાં ‘લિપ-કિસ’ નથી કરી.