બે વર્ષની વોરંટી સાથે Asusએ લોન્ચ કર્યા ત્રણ લેપટોપ

asus a553 laptop windows 10

કમ્પ્યુટર હાર્ડવેર અને ઇલેક્ટ્રોનિક્સની તાઈવાની બહુરાષ્ટ્રીય કંપની આસુસે આજે એ સીરીઝ લેપટોપમાં ત્રણ લેપટોપ A553, A555 LAF અને A555 LA લોન્ચ કર્યા છે. જેમણી શરુઆતની કીમત 23,000 રૂ. છે. આસૂસ દ્વારા લોન્ચ કરેલ લેપટોપ પર પહેલી વાર બે વર્ષની વોરંટી ઉપલબ્ધ છે.

asus a553 laptop windows 10

આસૂસ A553 નોટબુક ઇન્ટેલ ક્વાડકોર પેન્ટીનમ N3540 પ્રોસેસર પર કામ કરે છે. ડિવાઇસમાં 1336×768  પિક્સેલ રિઝોલ્યુશન વાળું 15.6 ઇંચનનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેમાં 4 જીબી રેમ અને 500 જીબી સાટા સ્ટોરેજ ઉપલબ્ધ છે. માર્કેટમાં આની કીમત 23,000 રૂ. છે. આ લેપટોપ  જાંબલી, ગુલાબી, કાળા અને સફેદ રંગોમાં ઉપલબ્ધ છે.

આસૂસ A555 LAF અને આસૂસ A555 LA માં 1.7 ગીગાહર્ટ્ઝ ની સાથે ઇન્ટેલ કોર આઈ 3-4005 યુ પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ બંને ડિવાઇસ માં 4 જીબી રેમ આપેલ છે. જયારે 1366×768 પિક્સલ રિઝોલ્યુશન વાળામાં 15.6 ઇંચનું ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

asus a553 laptop windows 10

કનેક્ટિવિટી ઓપ્શન તરીકે યુએસબી 3.0, HDMI, બ્લૂટૂથ અને વાઇ-ફાઇ આપવામાં આવ્યું છે. આસૂસ A555 LAF ની કિમત 34,190 રૂ. અને આસૂસ A555 LA ની કિમત 28,990 રૂ. છે. આ બંને ડિવાઇસનો વપરાશ ઓફિસના કાર્યો ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આસાનીથી કરી શકે છે. આસૂસની એ સીરીઝ લેપટોપ વિન્ડોઝ 10 ઓપરેટિંગ પર આધારિત છે અને આમાં તમે સારી ગેમોનો પણ અનુભવ કરી શકો છે. આ ઉપરાંત આમાં અવાજની ક્વોલિટી માટે સોનિક માસ્ટરની સાથે એક્સક્લૂસિવલી ઓડિયો વિઝાર્ડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

Comments

comments


6,580 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 3 =