બેસ્ટ લાઈફ જીવવા માટે આ ગોલ્ડન ટીપ્સને કરો ફોલો, લાઈફ સ્વર્ણિમ બની જશે.

My-beautiful-Spring

* દરરોજ 10 થી 30 મિનિટ ચાલવાની આદત રાખવી. ચાલતા સમયે ચહેરા પર સ્માઈલ રાખવી.

* દરરોજ ઓછામાં ઓછુ 10 મિનિટ સુધી ચુપ રહેવું.

* પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે વધારે પુસ્તકો વાંચવાનું રાખો.

* 70 વર્ષથી વધુ વયના વૃધ્ધો સાથે અને 6 વર્ષના અંતર્ગત બાળકો સાથે થોડો સમય પસાર કરો.

* દરરોજ ખુબ પાણી પીવો.

* દરરોજ ઓછામાં ઓછા ત્રણ લોકોના ચહેરા પર સ્માઈલ લાવવાની કોશિશ કરો.

* ગપ્પા મારવામાં પોતાની કીમતી ઉર્જા ન બરબાદ કરો.

* ભૂતકાળના મુદ્દાઓને ભૂલી જાઓ. ભૂતકાળની ભૂલોને પોતાના જીવનસાથી ને યાદ ન અપાવો.

* એવું સમજો કે જીવન એક સ્કુલ છે અને તમે અહી શીખવા માટે આવ્યા છો. જે સમસ્યાઓ તમે અહી જોવ છો તે અભ્યાસક્રમોનો જ એક ભાગ છે.

* એક રાજાની જેમ નાસ્તો, એક રાજકુમારની જેમ બપોરનું ભોજન અને એક ભિખારીની જેમ રાતનું ભોજન ખાવું.

* બીજાને નફરત કરવામાં પોતાનો સમય અને ઉર્જા ન બર્બાદ કરવી. નફરત માટે આ જીવન ખુબ નાનું છે.

* તમારે બધી ચર્ચામાં જીતવાની જરૂર નથી, અસહમતિમાં પણ પોતાની સહમતિ આપવી.

* પોતાના જીવનની તુલના બીજાના જીવન સાથે ન કરવી.

* ભૂલો માટે ભૂલ કરનાર ને માફ કરતા શીખવું.

*  એ વિચારવાનું તમારું કામ નથી કે બીજા લોકો તમારા વિષે શું વિચારે છે.

* સમય! જે બધી સમસ્યાનું નિવારણ કરે છે.

* ઈર્ષા કરવી સમયની બરબાદી છે. જરૂરતથી બધી વસ્તુ તમારી પાસે છે.

* દરરોજ કોઈનું ભલું કરવું.

* જયારે તમે સવારે ઉઠો ત્યારે તમારા માતા-પિતાને ધન્યવાદ કહેવું, કારણકે માતા-પિતાની કુશળ દેખભાળને કારણે જ તમે આ દુનિયામાં છો.

* બધા વ્યક્તિઓને આ સંદેશ શેર કરવો જેની તમે કેર કરતા હોવ.

Comments

comments


11,719 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − = 0