બેસ્ટ કેમેરા વાળો સ્માર્ટફોન HTC 10 થશે 12 એપ્રિલે લોન્ચ

HTC-10

હાલમાં HTC મેકર તાઈવાની કંપની આ ફોનને ન્યૂયોર્ક, લન્ડન અને તાઇપેઈમાં એક સાથે લોન્ચ કરવાની તૈયારી માં છે. HTC કંપનીએ પોતાનો પ્રમુખ ફોન HTC 10 નું ટીઝર પ્રસ્તુત કર્યું છે. જાણકારી અનુસાર આ ફોન 12 એપ્રિલે લોન્ચ થશે.

મીડિયા ઇવેન્ટમાં હેશ ટેગ ‘Powerof10’ યુઝ કરવામાં આવ્યો છે, જેથી એ નક્કી છે કે કંપની આ ફોનનું નામ HTC 10 જ આપશે. જોકે, કંપનીએ હજુ સુધી આ સ્માર્ટફોનમાં નામ વિષે કઈ જણાવ્યું નથી.

ગયા અઠવાડિયે HTC નો આવનાર સ્માર્ટફોન નો ફોટો લીક થયો હતો, જેમાં તે પાછલા વર્ઝનના મુખ્ય ફોનની જેમ લાગી રહ્યો હતો.

જાણકારી અનુસાર આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમનું નવું ચિપસેટ સ્નેપડ્રેગન 820 ની સાથે 3GB રેમ અને 32GB ની ઇન્ટરનલ મેમરી આપવામાં આવશે. આ સ્માર્ટફોનમાં ક્વાડ એચડી રીઝોલ્યુશનની સાથે 5.1 ઇંચનું Amoled  ડિસ્પ્લે આપવાની પણ માહિતી સામે આવી છે.

આ ઉપરાંત આ ફોનમાં 2.0 માઇક્રોન પિક્સેલ્સની સાથે 12 મેગાપિક્સેલ નો કેમેરો આપવાની પણ સંભાવના છે. ઉલ્લેખનીય છે કે HTC 10 સ્માર્ટફોનની કિંમત વિષે કંપનીએ કઈ જાણકારી નથી આપી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,319 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 3 =