40 જહાજ અને 250 વિમાન ડૂબ્યા હતા અહિયાં

બીજા વર્લ્ડવોરમાં અહીં ડુબ્યા હતા 40 જહાજ અને 250 વિમાન

અંડરવોટર ફોટોની હાલમાં જ એક સીરીઝમાં જોવા મળ્યુ કે પ્રશાંત મહાસાગરમાં એક જ જગ્યા પર 40થી વધુ જહાજ અને લગભગ 250 લડાયક વિમાનો ડુબેલા છે. આ જાપાનીઝ સેનાના છે, જેને ગઠબંધન સેનાએ 1944માં સેકન્ડ વર્લ્ડવોર દરમિયાન ઓપરેશન હેલસ્ટોન દરમિયાન તોડી પાડ્યા હતા. આ સમયે માત્ર બે દિવસના આ ઓપરેશનમાં જાપાની સેનાને ભારે નુકસાન ઉઠાવવું પડ્યુ હતુ, કારણ કે આ વિસ્તારમાં તેમણે પક્કડ જમાવી દિધી હતી. તેમણે ન્યુ ગુયાના અને સોલોમન આઈલેન્ડને બેઝ બનાવીને તેનો ઉપયોગ કર્યો હતો.

બીજા વર્લ્ડવોરમાં અહીં ડુબ્યા હતા 40 જહાજ અને 250 વિમાન

ઓપરેશન હેલસ્ટોનના 71 વર્ષો બાદ પણ આ જગ્યા ડાઈવર્સ માટે પસંદગીની જગ્યા છે, કારણ કે તે જહાજો અને વિમાનોના કાટમાળને જોવા માટે અંદર જાય છે. યુકેના ડાઈવર નિક બ્લેક (49)એ જણાવ્યુ કે  આ ટ્રિપ દરમિયાન તેમણે એક દિવસમાં ત્રણ અને 30 અન્ય ડાઈવ લગાવી હતી. અહીં જહાજો અને વિમાનોનો એટલો મોટાજથ્થામાં કાટમાળ છે કે તેને વિશ્વની ભંગાર રાજધાની કહી શકાય.

બીજા વર્લ્ડવોરમાં અહીં ડુબ્યા હતા 40 જહાજ અને 250 વિમાન

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,007 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>