આ વર્ષની સુપરહીટ ફિલ્મ બાહુબલી ના બીજા ભાગને દર્શકો પહેલા ભાગથી જ રાહ જોય રહ્યા છે. ફિલ્મમાં આ વખતે કયાં સ્ટાર્સ હશે તેને લઈને ઘણી બધી અફવાઓ આવી રહી છે. માનવામાં આવે કે બાહુબલીના મોટાભાગના સ્ટાર્સ હતા તે જ રહેશે.
ખબર એ આવે છે કે બાહુબલીના સિકવલનું નામ ‘બાહુબલી-ધ-કન્ક્લુંઝન’ હશે. સાથે જ ફિલ્મની સ્ટારકાસ્ટ માં એક મોટો બદલાવ દર્શકોને ચોકાવી શકે છે. આ સ્ટાર કોઈ બીજું નહિ પણ બોલીવુડની ધકધક-ગર્લ માધુરી દીક્ષિત છે. માધુરી આ ફિલ્મમાં જોવા મળી શકે છે. જાણવવામાં આવી રહ્યું છે કે ફિલ્મમાં રોલને લઈને માધુરી દીક્ષિત સાથે પણ વાત ચાલી રહી છે.
ફિલ્મમાં માધુરી દીક્ષિત દક્ષીણ ફિલ્મોની સ્ટાર હિરોઈન અનુષ્કા શેટ્ટીની બહેન નો રોલ કરશે, જોકે તે કુંતલા રાજવંશીની રાણીનો રોલ છે. ફિલ્મમાં માધુરીને શામેલ કરવાની પાછળ ફિલ્મના એક પ્રોડ્યુસરનો દબાવ માનવામાં આવે છે.
બાહુબલીએ હિન્દી ભાષામાં તગડી કમાણી કરી હતી. ફિલ્મના સિકવલને લઈને હિન્દી ભાષામાં ખુબ ઉત્સાહ છે. પરંતુ, ફિલ્મના પ્રોડ્યુસર કરન જોહર ઈચ્છે છે કે, આ ફિલ્મને હિન્દી ભાષામાં વધારે સમર્થન મળે.
એટલા માટે કરન જોહર ઈચ્છે છે કે બાહુબલીના સિકવલમાં માધુરી દીક્ષિત જોવા મળે. ઉપરાંત આ ફિલ્મ માટે વિદ્યા બાલનને પણ અપ્રોચ કરવામાં આવી હતી. જોકે, ફિલ્મથી જોડાયેલ કોઈ પણ વ્યક્તિ વિષે પુરતી માહિતી મળી નથી.
આ વખતે ફિલ્મમાં પહેલા કરતા પણ વધારે એક્શન સીન જોવા મળશે. આ વખતે વીએફએક્સ સુપરવાઈઝર આરસી કમલકન્નન પણ આ ફિલ્મની સાથે જોડાઈ ગયા છે. ફિલ્મની શૂટિંગ નવેમ્બરમાં શરુ થશે.