આમ તો ભારત અર્થતંત્ર ની દ્રષ્ટીએ તો ખુબ જ ઝડપી પ્રગતી કરી રહ્યું છે તેમ છતા તે સામાજિક સમસ્યાઓ બંધનોમા જકડાઈ ને રહી ગયું છે. બાળ લગ્ન તેમાંથી એક સમસ્યા છે જે સામાજિક રીતે દેશ ને પાછળ ધકેલી રહી છે. UNICEF બાળ લગ્ન ની વ્યાખ્યા ને આ રીતે દ્રશાવી છે “ઔપચારિક લગ્ન અથવા 18 વર્ષની ઉમર પહેલાં થતા લગ્ન”. ભારતમાં છોકરાઓ અને છોકરીઓ માટે કાનૂની લગ્નની વય મર્યાદા અનુક્રમે 21 વર્ષ અને 18 વર્ષ છે. ભારત ના ઘણી બધી એવી જગ્યા છે જ્યાં આજે પણ બાળ લગ્ન થાય છે.
બાળ લગ્ન પેહલાથી જ માનવ અધિકાર માટે એક કમજોર પરિબળ ગણવામાં આવે છે. બાળ લગ્ન યુવા પેઢીના તન અને મન ની વૃદ્ધિ માં અવરોધ પેદા કરનારું અને તેમના અધિકારો છીનવાનું એક કારણ છે. આ બાળકોના મૂળભૂત અધિકાર જેમ કે શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને વિકાસ ને પડકારે છે. ગરીબ પરિવારો માં રેહતી છોકરીને બીજા ઉંચી આવક ધરવતા લોકો કરતા બમણી સંખ્યા માં બાળ વિવાહ માં ધકેલવામાં આવે છે.
બાળ લગ્ન અનેક સ્તરો પર ગંભીર રીતે નકારાત્મક અસરો થાય છે
શિક્ષણ અને અર્થતંત્ર
બાળ લગ્ન ના લીધે, લોકો પોતાના બાળકો પર ખાસ કરીને છોકરીઓ ના ભણતર પર યોગ્ય ધ્યાન આપતાં નથી. “એક સ્ત્રી શિક્ષિત તો એક કુટુંબ શિક્ષિત, એક કુટુંબ શિક્ષિત તો એક રાષ્ટ્ર શિક્ષિત.” કેહવતની બિલકુલ વિપરીત જાય છે. યુવા પેઢી ને શાળાઓ થી દુર રાખી તેમના અને તેમના દ્વારા આવનારી પેઢી ને ગરીબી હેઠળ ઉભું કરે છે જેથી સમગ્ર રાષ્ટ્ર ની વધતી સમૃદ્ધિ માં ઘટાડો જોવા મળે છે. જે મહિલા ઊંચ સ્તર નું શિક્ષણ પ્રાપ્ત કરે છે અથવા પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે તે ક્યારેય પણ બાળ વિવાહ કરવામાં માનતી નથી.
લૈંગિકતા અને હિંસા
જે મહિલા ઓછુ શિક્ષણ પ્રાપ્ત કરી લગ્ન કરે છે તે તેમના સાથીદાર દ્વરા વધારે ઘરેલું હિંસા ની શિકાર બનતી હોય છે. જે મહિલા હજુ પોતાના શરીર વિકાસ અને લગ્ન જેવા જટિલ સંબંધ ને સારી રીતે સમજવાની કોશિશ કરે છે ત્યારે જ તે ને બાળ વિવાહ જેવા બિનજરૂરી સંબંધો ની ફરજ તેમના પર થોપી દેવામાં આવે છે અને મહિલાઓ શારીરિક અને માનસિક તણાવ થી પીડિત બનતી જાય છે કેમ કે તેમનો શરીર કે પછી તેમની દિમાગ બંને આ શારીરિક અને માનસિક યાતના માટે તૈય્યાર નથી હોતો.
તેમની બાળ ઉમર ના લીધે તેઓ ક્યારેક પોતાના પરિવારના અન્ય પુરુષો દ્વારા જાતીય સતામણી નો ભોગ બને છે અને આ વસ્તુ તે ઘર બહાર કે સમાજ માં કેહવા માટે ભયભીત થાય છે અધૂરા અને યોગ્ય શિક્ષણ ના લીધે, એવી માન્યતા ફેલાય છે કે બાળક લિંગ તેમના પિતા પર આધારીત છે નના કે તેની માતા પર. માનવામાં આવે છે પુખ્ત વયની મહિલા સાથે લગ્ન કરવા કરતા ઓછી વયની છોકરી સાથે કરવામાં પુરુષની ભલામણ છે.