બાળકો માટે નાસ્તામાં બનાવો વેજીટેબલ પુલાવ

સામગ્રી

p2014120237rice

*  ૧ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૨ કપ પતલી સમારેલ ઓનિયન સ્લાઈસ,

*  ૧ તેજપત્ર,

*  ૧ તજ,

*  ૨ લવિંગ,

*  ૧ કપ પલાળેલ ચોખા,

*  ૩/૪ કપ મિક્સ વેજીટેબલ,

*  ૧/૨ ટીસ્પૂન લીલા મરચાં,

*  ૧/૨ ટીસ્પૂન આદું,

*  ૧ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૨૧/૨ કપ ગરમ પાણી,

*  સ્વાદાનુસાર મીઠું.

રીત

કૂકરમાં ઓઈલ નાખી પતલી સમારેલ ઓનિયન સ્લાઈસ, તેજપત્ર, તજ અને લવિંગ નાખી મિક્સ કરવું. પછી આમાં પલાળેલ ચોખા (૧ કલાક સુધી), મિક્સ વેજીટેબલ (વટાણા, ગાજર, રેડ કેપ્સીકમ), આદું, ગરમ મસાલો અને ગરમ પાણી નાખી મિક્સ કરવું.

હવે આ રાઈસ ઉકળવા લાગે એટલે તેમાં સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરવું. પછી કુકર બંધ કરીને ૨ વ્હીસલ વગાડવી. ત્યારબાદ ગરમાગરમ સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


7,916 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 8