BAPS નીયુંજર્સી માં બનાવશે વિશાળ હિંદુ મંદિર

Robbinsville new jersey temple

માગશર સુદ-8 શનિવાર 29 નવેમ્બર બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંત પ્રમુખસ્વામીનો જન્મદિવસ છે. તેઓ 93 વર્ષ પૂર્ણ કરી 94મા વર્ષમાં પ્રવેશ કરશે. વિશ્વભરના 1100 મંદિરોમાં તેની ઉજવણી થશે. કાલાવડ રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર દ્વારા આ જન્મદિનને અનુલક્ષી પ્રમુખ પર્વ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. ઉજવણીનો આરંભ 23 નવેમ્બર રવિવારથી થશે.

GM Murti Pratishtha

ઓગસ્ટ મહિનામાં બાપાની નિશ્રામાં અમેરિકાના ન્યૂજર્સીમાં રોબિન્સવિલે ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. રોબિન્સવિલેમાં 162 એકરના વિસ્તારમાં તૈયાર થઇ રહેલા અક્ષરધામ સંકુલ 2017 સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થઇ જાય તેવી સંભાવના છે. ન્યૂજર્સીમાં 162 એકરના પરિસરમાં આકાર પામતું BAPS અક્ષરધામ મંદિર વિશ્વનું સૌથી વિશાળ હિન્દુ મંદિર બનશે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અનુસાર, રોબિન્સવિલેમાં 150 મિલિયન ડોલર (અંદાજે 909 કરોડ રૂ.)ના ખર્ચે તૈયાર થઇ રહેલા અક્ષરધામ પરિસરની સાથે વિશ્વના સૌથી વિશાળ હિન્દુ મંદિરના રેકોર્ડ માટે દાવો રજૂ કરશે.

વર્લ્ડ રેકોર્ડના દાવામાં સંભવતઃ અડચણ

વિસ્તારની દ્રષ્ટિએ વાત કરીએ તો કંબોડિયામાં આવેલું અંગકોર વાટના હિન્દુ મંદિરનું પરિસર અંદાજે 202 એકરમાં પથરાયેલું છે. આમ, જો માત્ર પરિસરની વાત કરીએ તો અંગકોર વાટનું હિન્દુ મંદિર, રોબિન્સવિલેના મંદિર કરતાં પણ વિશાળ જ રહે. આ કિસ્સામાં જોવાનું એ રહે છે કે, ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સવાળા વિશ્વના સૌથી વિશાળ હિન્દુ મંદિરનો ખિતાબ આપવામાં કઇ બાબતોની નોંધ લેશે. આમ, અંગકોરવાટના મંદિરને કારણે રોબિન્સવિલે સ્થિત અક્ષરધામના રેકોર્ડના દાવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,229 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 2 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>