બાથરૂમ ની ટાઈલ્સને આ રીતે ચપટીમાં બનાવો ચમકદાર….

1920x1440-interior-designing-interior-for-home-improvement-ideas-showing

આખા ઘરમાં બાથરૂમ એક એવો ભાગ છે જેની સફાઈ કરવી અત્યંત જરૂરી છે. જો તે સાફ ન હોય તો આપણને તેમાં ન્હાવા જવું પણ ન ગમે. ટાઈલ્સ પર જલ્દીથી ગંદકી જામી જાય છે. જેના કારણે બાથરૂમની ટાઈલ ખરાબ થઇ જાય છે.

*  બાથરૂમ ની બરાબર સાફ-સફાઈ કરવા માટે સ્પ્રેની ખાલી બોટલમાં સિરકા (વિનેગર) ભરો. પછી આમાં બેકિંગ સોડા અને પાણી નાખીને ટાઈલ્સ પર સ્પ્રે છાંટો. હવે એક નકામા ટુથ બ્રશની મદદથી આને ઘસો.

*  આ સ્પ્રેમાં સિરકા અને બેકિંગ પાવડર નાખ્યો હોવાથી થોડા ફીણ વળશે. ત્યારબાદ આને ઘસીને ૧૫ મિનીટ સુધી એમ જ છોડી દો. એટલેકે આને પાણીથી ધોવું નહિ.

*  ૧૫ મિનીટ બાદ ફરીથી આ સ્પ્રે છાટીને ઘસવું અને બાદમાં ગરમ પાણીથી ધોઈ લેવું. તમે કોટનના રૂમાલથી પણ છેલ્લે સાફ કરી શકો છો, જેથી બાથરૂમ ભીનું ન રહે.

*  બાથરૂમ સાફ કરતા સમયે સાબુનો ઉપયોગ કરવો. આના માટે ટાઈલ્સ પર થોડું પાણી નાખી અને સાબુ લગાવવો.

*  લીંબુનો રસ પણ ટાઈલ્સને ચમકદાર બનાવી શકે છે.

28-x26-bathroomtiles

*  વોડકા થી પણ બાથરૂમની સાફ સફાઈ કરી શકાય છે. જોકે, આ તમને થોડું મોંધુ પડશે. પણ તમે ચાહે તો આનાથી બાથરૂમની ટાઈલ્સ ચમકાવી શકો છો.

*  મીઠાથી પણ તમે બાથરૂમની સાફ-સફાઈ કરી શકો છો.

*  તમને જાણીને નવાઈ લાગશે કે બાથરૂમમાં પડેલ દાગ દુર કરવા માટે તમે પીવાની સોડા પણ વાપરી શકો છો. આના માટે બાથરૂમમાં સોડા નાખી રગડવું. આનું રીઝલ્ટ તમે તમારી આંખ સામે જ ઈંસ્ટન્ટ જોઈ શકશો.

*  તમે જયારે પણ બાથરૂમની સાફ-સફાઈ કરો ત્યારે ગરમ પાણીનો જ ઉપયોગ કરવો.

*  ટાઈલ્સને ચમકદાર બનાવવા માટે થોડા ડિટર્જન્ટ પાવડરમાં લીંબુનો રસ અને ફિનાઈલ મેળવીને સાફ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


14,029 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>