* પોતાની કમાણી કરતા ઓછો ખર્ચો થાય એવી લાઈફ જીવો.
* દિવસમાં ઓછામાં ઓછા ૩ લોકોની પ્રશંસા કરવી.
* પોતાની ભૂલ કબુલવામાં ક્યારેય સંકોચ ન કરવો.
* તમારી પાછળ રહેલ વ્યક્તિને પણ ક્યારેક-ક્યારેક આગળ જવાનો ચાન્સ આપવો.
* સફળતા એણે જ મળે છે જે કઈક કરે છે.
* સફર ખૂબસૂરત છે મંઝીલ કરતા. તેથી લાઈફના દરેક સ્ટેજ (અવસ્થા) પર નાની નાની વાતોમાં ખુશી મહેસુસ કરો.
* મૂરખ લોકો બીજાના પર હસે છે અને બુદ્ધિમાન પોતાની જાત પર.
* કોઈ પાસેથી કઈક જાણવું હોય તો વિવેકથી બે વાર પુછો.
* ભગવાન પર વિશ્વાસ રાખો.
* સફળતા મોડી મળે તો નિરશ ન થવું કેમકે મકાન કરતા મહેલ બનાવવામાં જ વધારે વાર લાગે છે.
* બીજા લોકોને નીચા દેખાડવા કે તેના વિષે અપશબ્દ કહેવાની ભાવના ટાળવી.
* જે તમારી પાસે હોય તેમાં જ સાચી ખુશી છે અને તેણે જ સૌથી મોટી ખુશી માની આનંદ કરવો. કેમકે તમને જે મળ્યું છે તેટલું બીજાને નથી મળતું.