બર્થડે ના દિવસે પણ એક્ઝામ નું વાંચવાનું?

birthdays-celebrated-india_dc270d4ce1d3da1d

છોકરાઓ એકઝામમાં ફેલ કેમ થાય છે ? આનો સીધો હિસાબ છે.

વરસના ૩૬૫ દિવસ હોય. એમાં રોજના ૮ કલાકની ઉંઘ ગણો તો ગયા ૧૨૨ દિવસ ! માટે ૩૬૫-૧૨૨ = ૨૪૩ દિવસ.

હવે દિવાળી અને ઉનાળા વેકેશનના ગણો ૬૧ દિવસ ! ૨૪૩-૬૧ = ૧૮૨ દિવસ.

એમાંથી બાદ કરો વરસના ૫૨ રવિવાર ! ૧૮૨-૫૨ = ૧૩૦ દિવસ.

હવે તહેવારોની રજાઓ ગણો ૪૦ ! કોલેજના ફેસ્ટિવલો ગણો ૧૫ ! ટુંકમાં ૧૩૦-૫૫ = ૭૫ દિવસ, બરોબર ?

ચાલો, એમાંથી રોજના ખાવા-પીવાના- નહાવાના ૩ કલાકને હિસાબે ૪૬ દિવસ બાદ કરો ! ૭૫-૪૬ = ૨૯ દિવસ. ગણો છો ને ?

રોજના ૧ કલાક દોસ્તો સાથે ગપ્પાં-ચેટિંગ જાય ! એના થયા ૧૫ દિવસ, ટુંકમાં ૨૯-૧૫ = ૧૪ દિવસ.

હવે છોકરો વરસમાં ૧૦ દિવસ બિમાર તો પડે ને ? ૧૪-૧૦ = ૪ દિવસ.

અને એકઝામ માથે હોય છતાં છોકરો થોડી ઘણી ફિલ્મો તો જુવે ને બિચારો ? ૩ દિવસ ફિલ્મના ! ૪-૩=૧ દિવસ.
બોલો, હવે ૧ દિવસ બચ્યો !

યાર, વરસમાં એક જ દિવસ બર્થ-ડે આવે, તો સાલું, બર્થ-ડેના દિવસે કોણ વાંચે ? હે !

Comments

comments


5,308 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 7 =