હિમાલયના ખોળામાં વસેલ જમ્મુ અને કાશ્મીર પોતાની નેચરલ બ્યુટી માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જમ્મુ, કાશ્મીર મૂળરૂપે ત્રણ સીમામાં વહેચાયેલ છે એટલેકે કાશ્મીર ની ખીણ, જમ્મુ અને લડાખ. આમાં હિમાચલ પ્રદેશ અને પંજાબ રાજ્ય પણ શામેલ છે.
કાશ્મીરની ખૂબસૂરતીની મજા માણવા દરવર્ષે સેકડો માત્રામાં પર્યટકો અહીની મુલાકાત લે છે. આને પૃથ્વી પરનું ‘જન્નત’ કહેવામાં આવે છે. જયારે તમે કશ્મીર જશો ત્યારે ખબર પડશે કે કાશ્મીરની ખૂબસૂરતી સાચે જ બેમિસાલ છે.
જન્નત સમાન કાશ્મીર વિષે..
કાશ્મીરની નરમ આબોહવા, હરિયાળી, સુંદર ટેકરીઓ અને બ્યુટિફુલ ઘાસમાં પ્રકૃતિએ અદ્ભુત અને અનુપમ રંગો વિખેર્યા છે. જો ધરતીમાં કોઈ સ્વર્ગ હોય તો તે કશ્મીર છે. આ ક્ષેત્રમાં તમને ખીણોની વચ્ચે વહેતા તળાવો, જંગલો અને ફૂલો એવું પ્રતિત કરાવે છે કે આ સ્વપ્નિલ સ્થળ છે.
ડલ લેક અને નાગીન લૅક અહીના પ્રસિદ્ધ તળાવો છે. સાથે અહી નેશનલ પાર્ક અને દ્રાચીગમ વન્યજીવન અભયારણ્ય પણ ખાસ છે. તમને જણાવી દઈએ કે વિખ્યાત મુગલ બાદશાહ જહાંગીર, હંમેશાં જ આ સુંદર જગ્યામાં લોકગીતો ગાતા હતા. બાદશાહનું માનવું છે કે જો ધરતીમાં કોઈ સ્વર્ગ હોય તો તે આજ છે. કાશ્મીર દુનિયાની સૌથી સુંદર જગ્યા માંથી એક છે.
અહીની સ્પેકટેકયુલર પર્વત શ્રુંખલાઓ, સ્ફટિક સ્પષ્ટ પ્રવાહ, મંદિર, ગ્લેશિયર (હિમનદી) અને ગાર્ડન આ જગ્યાની ભવ્યતામાં ચાર ચાંદ લગાવે છે. તમે અહી કોઇપણ સિઝનમાં (ઋતુ) જઈ શકો છો. છતા પણ આ જગ્યાની યાત્રા માટે સૌથી યોગ્ય સમય માર્ચ અને ઓક્ટોબરની વચ્ચેનો છે. આ દરમિયાન અહીનું મોસમ અને ક્લાઇમેટ (આબોહવા) સારો રહે છે, જેના કારણે અહીની નેચરલ બ્યુટી સામે આવે છે.
અહીના રાજ્યનો મોટાભાગનો હિસ્સો માર્ચ મહિનામાં બરફની ચાદરથી ઢંકાયેલ રહે છે. અહી પર્યટક બરફની રમતનો આનંદ માણી શકે છે. કાશ્મીરની રાજધાની શહેર શ્રીનગર પણ ખુબ જ સુંદર છે.
મનોરંજન માટે
આમ તો, આખું કાશ્મીર જ દિલકશ અને સુંદર છે. તમે એકવાર અહી જાવ પછી પાછુ આવવાનું મન તમને નહિ થાય. ઉપરાંત અહી તમે સાહસિક રમતોનો આનંદ પણ માણી શકો છો. અહી આખું વર્ષ પ્રવાસીઓ ફરવા અને વેકેશન માણવા માટે આવે છે. આ પોતાની સુંદરતાની સાથે સાથે સાહસિક એક્ટિવિટીઝ માટે પણ પ્રસિદ્ધ છે, જેમકે તમે ટ્રેકિંગ, રાફટીંગ, સ્કીઇંગ અને પૅરાગ્લાઈડિંગ જેવી સાહસિક રમતોની એન્જોય કરી શકો છો.
કાશ્મીર છે બેસ્ટ હિલ સ્ટેશન
વિશ્વના પ્રસિદ્ધ હિલ સ્ટેશન માં કાશ્મીર છે સૌથી બેસ્ટ. આનો અંદાજો એ બાબત પરથી જ લગાવી શકાય છે કે અહી પાછલા બે વર્ષમાં ૩૦ લાખથી પણ વધારે પર્યટકો આવ્યા હતા. જો સોનામર્ગને સોનાની ખીણ કહેવામાં આવે તો આને ફૂલોની ખીણ કહી શકાય છે. આ પોતાના બરફને કારણે ભારતમાં છવાયેલ છે.
કાશ્મીરના ગાર્ડનમાં સૌથી પ્રસિદ્ધ ગાર્ડન છે નિશાન બાગ. કશ્મીરના હિલ સ્ટેશનમાં બોલીવુડની ઘણી બધી ફિલ્મોનું શુટિંગ પણ થઇ ચુક્યું છે, જેમકે હૈદર, રોકસ્ટાર, યે જવાની હે દીવાની, જબ તક હે જાન વગેરે….
કેવી રીતે પહોચવું?
શ્રીનગર, જમ્મુ અને લેહ આ ત્રણ જગ્યાએ હવાઈમથક છે. આ ઉપરાંત દિલ્હી, અમૃતસર, અંબાલા, ચંદીગઢ, લુધિયાણા, જલંધર, પઠાણકોટ, સિમલા અને મનાલીથી તમે રોડવેઝ ના માધ્યમે સરળતાથી પહોચી શકો છે.