બનાવો સ્વાદિષ્ટ બટાટા પાલકની રોટી

સામગ્રી

aloo-palak-paratha-potato-spinach-flat-bread

૨ કપ ઘઉંનો લોટ,

૧/૨ બેસન,

૧ કપ બાફેલા, છાલ ઉતારેલ અને મેશ કરેલ બટેટા,

૪ ટેબલ સ્પૂન દહીં,

૧ કપ સમારેલ પાલક,

સ્વાદાનુસાર મીઠું,

૧ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચાં,

૧/૨ ટેબલ સ્પૂન હળદર,

૧ ૨ ટેબલ સ્પૂન ઓઈલ,

લોટ બાંધવા જરૂર મુજબ પાણી.

રીત

IMG_8313-001

લોટ બાંધવા માટે ઘઉંનો લોટ, બેસન, બાફેલા-છાલ ઉતારેલ અને મેશ કરેલ બટેટા, દહીં, સમારેલ પાલક, સ્વાદાનુસાર મીઠું, સમારેલ લીલા મરચાં, હળદર અને ઓઈલ નાખીને બરાબર રીતે હાથેથી મિક્સ કરી લેવું. લોટ બાંધવા માટે જરૂર મુજબ પાણી લેવું.

હવે બાંધેલા લોટના ગુલ્લા કરવા અને રોટલી વણવી. આ રોટલી થોડી જાડી વણવી. પછી નોનસ્ટીક પેનમાં થોડું તેલ લગાવવું (ગોળાકારમાં) અને તેના ઉપર રોટલી નાખવી. રોટલી નાખ્યા બાદ તેની આજુબાજુ તેલ રેડવું. આ રોટલીની એક સાઈડ જ્યાં સુધી બ્રાઉન કલરની ન થાય ત્યાં સુધી ન પલટાવવી પછી પલટાવવી. હવે આને બીજી સાઈડમાં પલટાવવી. તો તૈયાર છે બટાટા પાલકની રોટી. તમે આને બ્રેકફાસ્ટમાં દહીં સાથે સર્વ કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,071 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>