બનાવો સ્વાદિષ્ટ ફરાળી કંદ પોટેટો પકોડા

સામગ્રી

rataalooo pakora

*  ૧ કપ સહેજ બાફેલ અને છીણેલું રતાળુ,

*  ૧ કપ છાલ ઉતારેલ અને છીણેલ પોટેટો,

*  ૧ ટીસ્પૂન એરોરૂટ પાવડર (ખેળ પાવડર),

*  ૨ ટીસ્પૂન શેકેલ મગફળીનો ભુક્કો,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,

*  ૧ ટીસ્પૂન બારીક સમારેલ મરચાં,

*  સિંધવ મીઠું.

રીત

એક બાઉલમાં સહેજ બાફેલ અને છીણેલું રતાળુ, છાલ ઉતારેલ અને છીણેલ પોટેટો, એરોરૂટ પાવડર (ખેળ પાવડર), શેકેલ મગફળીનો ભુક્કો, બારીક સમારેલ કોથમીર, બારીક સમારેલ મરચાં અને સિંધવ મીઠું નાખીને બરાબર મિક્સ (સહેજ દબાવીને) કરી લેવું.

હવે પકોડા તળવા માટે ગેસ પર તવી મૂકી તેલ નાખી તેલ ગરમ કરવું. ત્યારબાદ આમાં પકોડાનું મિશ્રણ હાથમાં લઇ ભજીયાની જેમ તળવું. આને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દેવા. બાદમાં આ ફરાળ રેસીપી ને ગરમાગરમ સર્વ કરો.

Comments

comments


5,059 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 12