બનાવો સ્પાઈસી મટર વિથ વેજીટેબલ કોલ્હાપુરી

સામગ્રી

VEG-KOLHAPURI

*  ૨ કપ સમારેલ ટોમેટો,

*  ૧૦ આખા કાજુ,

*  ૪ સુકી કાશ્મીરી રેડ ચીલી,

*  ૨ ટીસ્પૂન પાણી,

*  ૧ ટીસ્પૂન ઓઈલ,

*  ૧ ટીસ્પૂન બટર,

*  ૧ ટીસ્પૂન આખું જીરું,

*  ૧ તમાલપત્ર,

*  ૧ તજ,

*  ૪ લવિંગ,

*  ૨ એલચી,

*  ૨ ટીસ્પૂન લસણની પેસ્ટ,

*  ૧ ટીસ્પૂન આદુંની પેસ્ટ,

*  ૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ,

*  ૧/૨ કપ ઓનિયન ના ટુકડા,

*  ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧/૪ ટીસ્પૂન હળદર,

*  ૧ ટીસ્પૂન પીસેલું ધાણા જીરું,

*  ૧ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૧ ટીસ્પૂન માલવાની મસાલો,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૨ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૨ કપ ઉકાળેલ ફ્લાવર,

*  ૧/૪ એક બાફેલ વટાણા,

*  ૧/૪ કપ ઉકાળેલ ફ્રેંચ બીન્સ,

*  ૧/૨ એક સમારેલા કેપ્સીકમ,

*  ૧૧/૨ ટુકડા બાફેલ બેબી કોર્ન,

*  ૧/૪ કપ ઉકાળેલ ગાજર,

*  ૧/૨ કપ પનીરના ટુકડા,

*  ૧ ટીસ્પૂન ટુકડા કરેલ કાજુ,

*  ૧/૪ કપ પાણી,

*  ૨ ટીસ્પૂન ફ્રેશ ક્રીમ.

રીત

એક બાઉલમાં સમારેલ ટોમેટો, આખા કાજુ, સુકી કાશ્મીરી રેડ ચીલી અને પાણી નાખી મિક્સરમાં પીસી ટોમેટો પેસ્ટ બનાવવું.

હવે એક તવામાં ઓઈલ, બટર, આખું જીરું, તમાલપત્ર, તજ, લવિંગ અને એલચી નાખી થોડી સેકંડ સુધી સોતે કરવું. પછી આમાં લસણની પેસ્ટ, આદુંની પેસ્ટ અને લીલા મરચાંની પેસ્ટ નાખી ધીમા તાપે થોડી સેકંડ સુધી સોતે કરવું.

પછી આ મિશ્રણમાં ઓનિયન ના ટુકડા નાખી ધીમા તાપે બે મીનીટ સુધી કુક થવા દેવું. હવે તૈયાર કરેલ ટોમેટો પેસ્ટ, લાલ મરચું, હળદર, પીસેલું ધાણા જીરું, ગરમ મસાલો, માલવાની મસાલો અને સ્વાદાનુસાર મીઠું નાખીને આઠ મીનીટ સુધી કુક થવા દેવું. હવે આ ગ્રેવીને ઠંડી થવા દેવી.

ત્યારબાદ સબ્જી બનાવવા માટે નોનસ્ટીક પેનમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે ઉકાળેલ ફ્લાવર, બાફેલ વટાણા, ઉકાળેલ ફ્રેંચ બીન્સ, સમારેલા કેપ્સીકમ, બાફેલ બેબી કોર્ન, ઉકાળેલ ગાજર, પનીરના ટુકડા, ટુકડા કરેલ કાજુ અને સ્વાદાનુસાર મીઠું નાખીને બે મીનીટ સુધી સોતે કરવું.

હવે આ મિશ્રણમાં તૈયાર કરેલ ગ્રેવી અને પાણી નાખી બરાબર મિક્સ કરવું. પછી આમાં ફ્રેશ ક્રીમ નાખી હળવા હાથે મિક્સ કરવું અને ત્યારબાદ સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,642 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>