સામગ્રી
* ૪ બ્રેડ સ્લાઈસ,
* ૧/૨ કપ છીણેલ મોઝારેલા ચીઝ,
* ૧/૨ કપ છીણેલ પ્રોસેસ ચીઝ,
* ૨ ટીસ્પૂન દૂધ,
* ચપટી મીઠું,
* ૧/૪ ટીસ્પૂન રાઈનો પાવડર,
* ૧/૨ ટીસ્પૂન ચીલી ફ્લેક્સ,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચાં.
રીત
સૌપ્રથમ બ્રેડ લઈને તેની ઉપર માખણ લગાવવું. હવે આ બ્રેડને ઓવનમાં ૫ થી ૭ મિનીટ ૨૦૦ ડીગ્રી સેલ્સિયસમાં મુકવા. પછી ટોસ્ટનું ફીલિંગ બનાવવા માટે છીણેલ મોઝારેલા ચીઝ, છીણેલ પ્રોસેસ ચીઝ અને દૂધ નાખી ચમચી થી બરાબર મિક્સ કરવું જેથી પેસ્ટ બને.
ત્યારબાદ એમાં ચપટી મીઠું, રાઈનો પાવડર, ચીલી ફ્લેક્સ અને બારીક સમારેલ લીલા મરચાં નાખી મિક્સ કરવું. હવે બ્રેડને ઓવનમાંથી કાઢી આ મિશ્રણ ચારેય બ્રેડમાં નાખી સ્પ્રેડ કરવું.
હવે આને ફરીવાર ઓવનમાં ૫ થી ૧૦ મિનીટ માટે ૨૦૦ ડીગ્રી સેલ્સિયસ માં મુકવું. પછી આને ઓવનમાંથી કાઢીને સર્વ કરો.