સામગ્રી
* ૧ કપ પીસેલું નારિયેળ,
* ૧/૪ કપ સમારેલ કોથમીર,
* ૩ ટેબલ સ્પૂન સેકેલી ચણાની દાળ,
* ૨ સમારેલ લીલા મરચાં,
* ૪ લીંબડાના પાન,
* સ્વાદાનુસાર મીઠું,
* જરૂર મુજબ પાણી,
* ૧ ટેબલ સ્પૂન ઓઈલ,
* ૧/૨ ટેબલ સ્પૂન અડદની દાળ,
* ૧/૨ ટેબલ સ્પૂન રાઈના દાણા,
* ચપટી હિંગ,
* ૪ લીંબડાના પાન,
* બે ટુકડા કરેલ ૧ સુકી કશ્મીરી મિર્ચ.
રીત
એક બાઉલમાં પીસેલું નારિયેળ, સમારેલ કોથમીર, સેકેલી ચણાની દાળ, સમારેલ લીલા મરચાં, લીંબડાના પાન, સ્વાદાનુસાર મીઠું નાખીને જરૂર મુજબ પાણી નાખી મિક્સરમાં પીસી લેવું. હવે આ મિશ્રણને એક બાઉલમાં નાખવું. ત્યારબાદ વઘાર કરવા માટે એક તવામાં ઓઈલ, અડદની દાળ, રાઈના દાણા, ચપટી હિંગ, લીંબડાના પાન અને બે ટુકડા કરેલ ૧ સુકી કશ્મીરી મિર્ચ નાખીને આ વધાર ચટણી પર નાખવો. પછી સારી રીતે મિક્સ કરવું. તો તૈયાર છે નારિયેળની ચટણી.