બનાવો વટાણા પુલાવ

peas pulao | Janvajevu.com

સામગ્રી

* 1 કપ ચોખા(અડધો કલાક પાણીમાં પલાળેલા)
* 2 કપ લીલા વટાણા
* 2 થી 3 નંગ લીલા મરચાં
* 1 ચમચી જીરૂં
* 2 કપ પાણી
* 2 નંગ મોટી ડુંગળી સમારેલી
* 2 થી 3 તજના ટુકડા
* 2 ચમચા તેલ
* 2 નંગ કાળી ઈલાયચી
* 4 થી 5 લવિંગ
* 4 થી 5 કાળા મરી
* 1 નંગ સુવાનું બીજ
* 2 થી 3 તમાલપત્ર
* કોથમીર
* મીઠું સ્વાદાનુસાર

રીત

peas pulao | Janvajevu.com

સૌપ્રથમ એક ડીપ પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં, લવિંગ, કાળા મરી, તજ અને સુવા બીજ ઉમેરો. લગભગ અડધી મિનિટ બાદ એલચીનું મુખ ખોલીને તે અને તમાલપત્ર નાખીને ફરીથી બરાબર સાંતળો. હવે તેમાં લીલા મરચાં અને ડુંગળી નાખીને સાંતળી લો. ડુંગળી લાઈટ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં લીલા વટાણા અને મીઠુ નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લો. લગભગ બે મિનિટ બાદ કોથમીર નાખીને ફરીથી બરાબર મિક્સ કરી લો.હવે બે કપ પાણી નાખીને બધી જ સામગ્રીને બરાબર હલાવી લો. પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળી રાખેલા ભાત બરાબર ધોઈને ઉમેરો અને પેનને ઢાંકીને ચઢવા દો. લગભગ વીસેક મિનિટમાં પાણી બળી જશે. જોઈ લેવું કે ચોખા બરાબર ચઢી ગયા છે કે નહીં. જો ચઢી ગયા હોય તો, ગેસ બંધ કરીને કોથમીરથી ગાર્નિશ કરીને ગરમગરમ વટાણા પુલાવ સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,969 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>