સામગ્રી
* ૧ કપ બેસન,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,
* ૧/૪ ટીસ્પૂન હળદર,
* ચપટી બેકિંગ સોડા,
* ૧ ટીસ્પૂન દળેલું ઘણાજીરું,
* ૧૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ મરચાં,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ કપ પાણી,
* ૨ કપ દહીં,
* ૨ ટીસ્પૂન બેસન,
* ૧/૪ ટીસ્પૂન હળદર,
* ૨૧/૨ કપ પાણી,
* ૧ ટીસ્પૂન તેલ,
* ૧ નંગ તજ,
* ૨ નંગ લવિંગ,
* ૨ નંગ કાશ્મીરી રેડ ચીલી,
* ૧/૨ ટીસ્પૂન વરીયાળી,
* ૧/૨ ટીસ્પૂન આખા ધાણા,
* ૧/૨ ટીસ્પૂન આખું જીરું,
* ૧/૨ ટીસ્પૂન મેથી,
* ૧/૨ ટીસ્પૂન છીણેલું આદું,
* ૪ થી ૬ મીઠા લીંબડાના પાન,
* ૧/૨ ટીસ્પૂન લાલ મરચું.
રીત
એક બાઉલમાં બેસન, બારીક સમારેલ કોથમીર, હળદર, બેકિંગ સોડા, દળેલું ઘણાજીરું, બારીક સમારેલ મરચાં, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખીને બરાબર મિક્સ કરી લેવું.
હવે આને ફ્રાય કરવા માટે તેલને ગેસ પર ગરમ કરીને જે રીતે ભજીયા તળિયે તે રીતે બેસનના આ મિશ્રણને થોડું હાથથી નાખીને પકોડા તળવા. આ પકોડાને બ્રાઉન કલરના થવા દેવા.
ત્યારબાદ કઢી બનાવવા માટે એક બાઉલમાં દહીં નાખી તેમાં બેસન, હળદર, સ્વાદાનુસાર મીઠું અને પાણી નાખીને બરાબર વિસ્ક કરી લેવું. પછી કઢી બનાવવા માટે એક નોનસ્ટીક પેનમાં તેલ નાખી ગરમ થાય એટલે તજ, લવિંગ, કાશ્મીરી રેડ ચીલી, વરીયાળી, આખા ધાણા, આખું જીરું, મેથી, છીણેલું આદું, મીઠા લીંબડાના પાન અને લાલ મરચું નાખીને થોડી સેકન્ડો સુધી સાંતડવું.
પછી આમાં તૈયાર કરેલ દહીનું મિશ્રણ નાખવું. હવે આને ૫ મિનીટ સુધી ઉકળવા દેવું. ત્યારબાદ આમાં પકોડા નાખી એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવા. બાદમાં આને ગરમાગરમ સર્વ કરો.