બનાવો લાજવાબ ડીશ… છોલે

સામગ્રી

imperial inn

*  ૧ કપ કાબુલી ચણા

*  ૧ ટીસ્પૂન ચણાની દાળ,

*  ૨ નંગ એલચી,

*  ૧ નંગ તજ,

*  ૨ ટીબેગ,

*  ૨ કપ પાણી,

*  ૪ ટીસ્પૂન ઓઈલ,

*  ૧ કપ બારીક સમારેલ ડુંગળી,

*  ૧૧/૨ ટીસ્પૂન દાડમનો પાવડર,

*  ૧ બારીક સમારેલ આદું,

*  ૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાં,

*  ૧ કપ સમારેલ ટામેટાં,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧ ટીસ્પૂન ચણાનો મસાલો,

*  ૧/૨ ટીસ્પૂન ગરમ મસાલો,

*  ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,

*  ૧ ટીસ્પૂન ધાણાજીરું,

*  ૧ ટીસ્પૂન તુલસીના પાન,

*  ૨ ડુંગળીની પતલી સ્લાઈસ.

રીત

સૌપ્રથમ ચણાને આઠ કલાક સુધી પાણી પલાળવા અને તેમાં ચણાની દાળ નાખવી. પછી તેમાંથી પાણી કાઢી કુકરમાં નાખવા અને તેમાં એલચી, તજ, ટીબેગ અને પાણી નાખી પાંચ વ્હીસલ વગાડવી. હવે આ કુકરમાંથી પાણી નીતારી લેવું. આ પાણીને ફેકવું નહિ.

હવે તવામાં ઓઈલ નાખી ગરમ થાય એટલે બારીક સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સોતે કરવું.

પછી દાડમના દાણા લઇ તેને તવામાં શેકી નાખવા એટલે મિક્સરમાં પીસ્તા દાડમનો પાવડર તૈયાર થશે. ત્યારબાદ તવામાં દાડમનો પાવડર, બારીક સમારેલ આદું, સમારેલ લીલા મરચાં અને સમારેલ ટામેટાં નાખી બરાબર મિક્સ કરી લેવું.

હવે તવામાં ચણા નાખવા અને તેમાં નાખેલ ટીબેગ કાઢી લેવી. પછી સ્વાદાનુસાર મીઠું, ચણાનો મસાલો, ગરમ મસાલો, લાલ મરચું અને ધાણાજીરું નાખી બરાબર મિક્સ કરી લેવું.

આ ચણાને તવામાં થોડા થોડા દબાવી દેવા. જો મિશ્રણ થોડું સુકું લાગે તો તેમાં ૧ ચમચા જેટલું બચાવેલ ચણાનું પાણી નાખવું. આ મિશ્રણને ચાર થી પાંચ મિનીટ સુધી ઉકળવા દેવું. આને ગાર્નીશ કરવા તમે ઉપરથી તુલસીના પાન અને ડુંગળીની પતલી સ્લાઈસ મૂકી શકો છો.

ત્યારબાદ આને ગરમાગરમ પૂરી સાથે સર્વ કરો.

Comments

comments


6,976 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 10