સામગ્રી
* ૨ ટેબલ સ્પૂન ઓઈલ,
* ૧/૨ કપ સમારેલ ડુંગળી,
* ૧ ટેબલ સ્પૂન સમારેલ લસણ,
* ૧ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચા,
* ૧૧/૨ કપ ફ્રેશ ટોમેટો પલ્પ,
* ૧/૪ કપ ટુકડા કરેલ પનીર,
* ૧/૪ કપ બાફેલી મકાઈના દાણા,
* ૧/૪ કપ બાફેલા લીલા વટાણા,
* ૧/૨ કપ સમારેલ ટામેટાં,
* ૧/૨ ટેબલ સ્પૂન ખાંડ,
* ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,
* ૧/૨ ટેબલ સ્પૂન ઓરેગાનો,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર.
રીત
ટોમેટો ટોપિંગ બનાવવા માટે નોનસ્ટીક પેનમાં ઓઈલ થોડું ગરમ થાય પછી તેમાં સમારેલ ડુંગળી, સમારેલ લસણ અને સમારેલ લીલા મરચા નાખીને એકથી બે મિનીટ સુધી સાંતડવું. હવે આમાં ફ્રેશ ટોમેટો પલ્પ નાખીને બે મિનીટ સુધી કુક થવા દેવું.
આ મિશ્રણને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું, જેથી તળિયે ચોટી ન જાય. ત્યારબાદ આમાં ટુકડા કરેલ પનીર, બાફેલી મકાઈના દાણા, બાફેલા લીલા વટાણા, સમારેલ ટામેટાં, ખાંડ, લાલ મરચું, ઓરેગાનો અને સ્વાદાનુસાર મીઠું નાખીને આ મિશ્રણને હલાવવું. પછી આને ૨ થી ૩ મિનીટ સુધી કુક થવા દેવું. તો તૈયાર છે ટોમેટો ટોપિંગ. આ મિશ્રણને ખુબ ધટ્ટ કે ખુબ લિક્વિડ ન રાખવું.
હવે એક પ્લેટમાં ખાખરાના મીડીયમ ટુકડા કરીને મુકવા અને તેની ઉપર તૈયાર કરેલ ટોમેટો ટોપિંગ નાખવું. આને ગાર્નીશ કરવામાં માટે ઉપર સમારેલ કોથમીર નાખવી. તો તૈયાર છે ખાખરા ચાટ.