બનાવો બાળકોની ફેવરીટ ક્રન્ચી કોકોનટ કુકીઝ

સામગ્રી

5-Ingredient-Chewy-Vanilla-Coconut-Cookies-2

*  ૩/૪ કપ મેંદો,

*  ચપટી મીઠું,

*  ૧/૪ ટીસ્પૂન બેકિંગ પાવડર,

*  ૫ ટીસ્પૂન બટર,

*  ૧/૨ કપ દળેલી ખાંડ,

*  ૨ ટીસ્પૂન પાણી,

*  ૧/૨ કપ સુકું છીણેલું નારીયેલ.

રીત

એક બાઉલમાં મેંદો, ચપટી મીઠું અને બેકિંગ પાવડર નાખી લોટમાં બરાબર મિક્સ કરવું.

હવે એક બાઉલમાં બટર અને દળેલી ખાંડ નાખી તેને ચમચી વડે જ્યાં સુધી એકમેક ન થાય ત્યાં સુધી મિક્સ કરવું. આ મિશ્રણ ને મિક્સ કરતા તે થોડું કડક બનશે તેથી તેમાં પાણી નાખીને ફરીવાર મિક્સ કરવું.

ત્યારબાદ આ બાઉલમાં તૈયાર કરેલ મેંદાના લોટનું મિશ્રણ નાખવું અને મિક્સ કરવું. પછી આમાં સુકું છીણેલું નારીયેલ, ફરીવાર બે ચમચી જેટલું પાણી નાખીને હવે હાથથી આ મિશ્રણનો લોટ બાંધવો.

પછી આ લોટમાંથી થોડો થોડો લોટ લઈને હથેળીમાં મૂકી પ્રેસ કરવું અને જો કુકીઝ ફાટવા લાગે તો હાથોથી જ સહેજ દબાવીને તેને સીલ કરી દેવી. આ બધી કુકીઝને ગ્રીસ કરેલ ટ્રેમાં મુકવી. હવે આ ટ્રે ને ૮૦ ડીગ્રી સેલ્સિયસ માં ૧૮ થી ૨૦ મિનીટ સુધી ઓવનમાં મુકવી. બાદમાં આને સર્વ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,794 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + = 9

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>