સામગ્રી
* ૩/૪ કપ ધટ્ટ દહીં,
* ૧/૪ કપ સમારેલ પુદીના,
* સ્વાદાનુસાર મીઠું,
* એક ચપટી મરીનો ભૂકો,
* ૨ ટેબલ સ્પૂન ખાંડ,
* ૨ કપ ગોળ કાપેલ બનાના
* ૧/૨ ટેબલ સ્પૂન લીંબુનો રસ,
* ૧/૨ કપ સમારેલ કાકડી,
* ૧/૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,
* ૧ ટેબલ સ્પૂન શેકેલી અને ક્રશ કરેલ શીંગ,
રીત
ડ્રેસિંગ બનાવવા માટે એક બાઉલમાં ધટ્ટ દહીં, સમારેલ પુદીના, સ્વાદાનુસાર મીઠું, એક ચપટી મરીનો ભૂકો અને ખાંડ નાખીને મિક્સ કરવું. હવે એક બાઉલમાં ગોળ કાપેલ બનાના નાખી તેની ઉપર લીંબુનો રસ નાખવો જેથી કેળા કાળા ન પડે. પછી તેમાં સમારેલ કાકડી, સ્વાદાનુસાર મીઠું, સમારેલ કોથમીર, શેકેલી અને ક્રશ કરેલ શીંગ અને દહીંનું ડ્રેસિંગ નાખીને મિક્સ કરી લેવું. તો તૈયાર છે બનાના સલાડ. આને ગાર્નીશ કરવા તને ઉપરથી શીંગ અને કોથમીર નાખી શકો છો.