સામગ્રી
* ૧૧/૨ કપ ઘઉંનો લોટ,
* ૧ ટેબલ સ્પૂન તજનો પાવડર,
* ૧/૨ ટેબલ સ્પૂન જાયફળનો પાવડર,
* ૧/૨ ટેબલ સ્પૂન બેકિંગ પાવડર,
* ૧/૨ કપ બટર,
* ૧/૨ કપ ગોળ,
* ૩/૪ કપ મધ,
* ૨ કપ છીણેલું ગાજર.
રીત
એક બાઉલમાં ચારણી મુકીને તેમાં ઘઉંનો લોટ, તજનો પાવડર, જાયફળનો પાવડર અને બેકિંગ પાવડર નાખીને એક સાથે ચાળી લેવું. હવે આને સાઈડમાં રાખી મુકવું.
પછી તવામાં બટર, ગોળ, મધ નાખી બરાબર મિક્સ કરી લેવું અને મીડીયમ ફ્લેમે ૩ થી ૪ મિનીટ સુધી કુક કરવું. ત્યારબાદ તૈયાર કરેલ લોટમાં બટર, ગોળ અને મધનું મિક્ચર અને છીણેલું ગાજર નાખી મિક્સ કરવું. આને હલાવવા માટે ચમચી નો જ ઉપયોગ કરવો.
હવે કેક ટીન લેવું, તેને બટર અને ઘઉંના લોટથી ગ્રીસ કરી દેવું. ત્યારબાદ તેમાં કેકનું મિશ્રણ નાખી બરાબર ફેલાવી દેવું. આને ઓવન માં અઢાર ડીગ્રી સેલ્શીયસ સુધી રાખવું. ઓવનમાંથી કાઢ્યા બાદ આના ટુકડા કરવા. આને ગાર્નીશ કરવા ઉપર ક્રીમનું લેયર કરવું. તો તૈયાર છે ગાજરની કેક.