સામગ્રી
* ૧ કપ ધઉંનો લોટ,
* ૪ ટેબલ સ્પૂન મિલ્ક,
* જરૂરત મુજબ પાણી,
* ૩/૪ કપ સમારેલ ખજુર,
* ૨ ટેબલ સ્પૂન શેકેલા સફેદ તલ,
* ૧/૪ કપ બ્રાઉન શુગર,
* ૨ ટેબલ સ્પૂન દૂધ,
* ૧/૪ ટેબલ સ્પૂન ઘી.
રીત
પૂરણપોળીનો લોટ બાંધવા માટે એક બાઉલમાં ધઉંનો લોટ અને મિલ્ક નાખી મિક્સ કરીને જરૂરત મુજબ પાણી એડ કરી સોફ્ટ લોટ બાંધવો. લોટ બાંધ્યા બાદ આને ૧૫ મિનીટ માટે સાઈડમાં મુકવો. હવે પૂરણપોળીનું સ્ટફિંગ બનાવવા માટે બાઉલમાં ખજુર, શેકેલા સફેદ તલ, બ્રાઉન શુગર અને દૂધ નાખીને સ્પૂન વડે મિક્સ કરી લેવું. તો તૈયાર છે પૂરણપોળીનું સ્ટફિંગ.
હવે પૂરણપોળી બનાવવા માટે બાંધેલા લોટનું એક ગુલ્લુ લઈને હાથોથી દબાવી દેવું. તેના પર ઘઉંનો લોટ લગાવીને થોડું વણવું. પછી તેમાં દોઢ કે બે સ્પૂન જેટલું સ્ટફિંગ નાખીને ગુલ્લુ બનાવવું. ત્યારબાદ ફરીથી ધઉનો લોટ લગાવીને આને ધીમા ધીમા હાથોથી વણવું.
વણ્યા બાદ આને નોનસ્ટીક પેનમાં શેકાવવા માટે મુકવું. પૂરણપોળી ને બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન કલરની શેકવી. પછી પૂરણપોળીને એક પ્લેટમાં કાઢવી અને ઉપરની બાજુ ઘી થી ગ્રીસ કરી લેવી.