સામગ્રી
* ૧ ટીસ્પૂન બટર,
* ૧ ટીસ્પૂન મેંદાનો લોટ,
* ૧/૨ કપ મિલ્ક,
* ૧/૨ કપ ટુકડા કરેલ ચોકલેટ,
* ૩ કપ કોકો પાવડર,
* ૧ કપ ફ્રેશ ક્રીમ,
* ૩ ટીસ્પૂન ખાંડ,
* ૩/૪ કપ પાણી,
* ૧/૨ ટીસ્પૂન વેનીલા એસેન્સ.
રીત
સૌપ્રથમ એક બ્રોડ નોનસ્ટીક પેનમાં બટર નાખી તે પીગળે એટલે તેમાં મેંદાનો લોટ નાખી ધીમા તાપે થોડી સેકંડ માટે આને મિક્સ કરવું.
હવે આમાં મિલ્ક, ટુકડા કરેલ ડાર્ક ચોકલેટ, કોકો પાવડર, ફ્રેશ ક્રીમ, ખાંડ અને પાણી નાખીને લગભગ ૪ મિનીટ સુધી ધીમા તાપે કુક કરવું. આને બરાબર રીતે હલાવવું જેથી કોકો પાવડર ની ગોળીઓ ન રહે.
હલાવતા હલાવતા જયારે આ મિશ્રણ ઘટ્ટ થાય એટલે બે મિનીટ વધારે કુક થવા દેવું. પાંચ મિનીટ બાદ આમાં વેનીલા એસેન્સ નાખીને ગેસ બંધ કરી આ મિશ્રણને મિક્સ કરવું. હવે તમે આને સ્પોંગ કેક, બિસ્કીટ કે સ્ટ્રોબેરી સાથે સર્વ કરી શકો છો.