બનાવો ટેસ્ટી શેઝવાન ફ્રાઈઝ વિથ હોટ ડોગ સેન્ડવીચ

સામગ્રી

blogger-image--679259

*  ૨૧/૨ કપ પોટેટો ફીન્ગર્સ,

*  ૧ ટીસ્પૂન ઓઈલ,

*  ૧/૨ કપ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ અને ગ્રીન,

*  ૧ ટીસ્પૂન ગાર્લિક પેસ્ટ,

*  ૧/૨ કપ સ્લાઈસ કરેલ કલરેકલરના કેપ્સીકમ,

*  ૧/૪ કપ શેઝવાન સોસ,

*  ૨ ટીસ્પૂન ટોમેટો કેચઅપ,

*  ૨ ટીસ્પૂન બારીક સમારેલ કોથમીર,

*  સ્વાદાનુસાર મીઠું,

*  જરૂર મુજબ બટર,

*  ૧ ટીસ્પૂન મેયોનીઝ.

રીત

સૌપ્રથમ પોટેટો ફીન્ગર્સ લઈને તેને તેલમાં તળવી. હવે શેઝવાન ફ્રાઈઝ બનાવવા માટે નોનસ્ટીકમાં ઓઈલ નાખી તેમાં બારીક સમારેલ સ્પ્રિંગ ઓનિયન વ્હાઈટ-ગ્રીન અને ગાર્લિક પેસ્ટ નાખી ધીમા તાપે એકાદ મિનીટ સુધી સાંતડવું.

હવે આમાં પાતળી સ્લાઈસ કરેલ કલરેકલરના કેપ્સીકમ નાખી ફરીવાર એકાદ મિનીટ સૌતે કરવું. પછી આમાં શેઝવાન સોસ, ટોમેટો કેચઅપ, બારીક સમારેલ કોથમીર અને સ્વાદાનુસાર મીઠું નાખી ફરીવાર એક મિનીટ સુધી કુક થવા દેવું.

બાદમાં આમાં ફ્રાઈ કરેલ પોટેટો ફીન્ગર્સ નાખી ધીરે ધીરે બરાબર મિક્સ કરીને બે મિનીટ સુધી કુક થવા જેવું.

ત્યારબાદ રેડીમેડ હોટ ડોગ રોલ લેવા અને તેને વચ્ચેથી કાપી નાખવા. હવે આમાં જરૂર મુજબ પીગળેલુ બટર લઈએ રોલની ઉપર નીચે એમ બંને બાજુ ગ્રીસ કરવું. હવે આ રોલને તવીમાં મુકીને શેકવા. બાદમાં આની ઉપરની બાજુ બટર લગાવવું.

હવે શેકાયેલ આ રોલ ને ગેસ પરથી ઉતારી તેની બંને સાઈડ એકાદ ચમચી જેટલુ મેયોનીઝ લગાવીને તેની ઉપર તૈયાર કરેલ પોટેટો ફીન્ગર્સ વાળું મિશ્રણ એકાદ કે દોઢ ચમચી જેટલું નાખવું અને હોટ ડોગ રોલના બીજા બ્રેડને આની ઉપર કવર કરી બરાબર પ્રેસ કરવું. બાદમાં તૈયાર છે શેઝવાન ફ્રાઈઝ વિથ હોટ ડોગ સેન્ડવીચ.

ત્યારપછી આને સોસ કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

Comments

comments


4,850 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + = 10