બનાવો ટેસ્ટી અને લાજવાબ ‘ઓટ્સ (જવ) ટીક્કી’

સામગ્રી

9038618799_e24a8dfc82_z

* ૧ કપ રોલ્ડ જવ,

* ૧/૪ કપ પનીરના ટુકડા,

* ૧/૪ કપ સમારેલ ગાજર,

* ૧/૨ કપ બાફેલા ક્રશ કરેલ બટાટા,

* ૨ ટેબલ સ્પૂન સમારેલ કોથમીર,

* ૧ ટેબલ સ્પૂન લીંબુનો રસ,

* ૧૧/૨ આદુ-મરચાંની પેસ્ટ,

* ૧ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧ ટેબલ સ્પૂન ગરમ મસાલો,

* ૧ ટેબલ સ્પૂન કેરીનો પાવડર

* ૧/૪ કપ દૂધ,

* ૧/૨ કપ રોલ્ડ જવ,

* સ્વાદાનુસાર મીઠું.

રીત

14457381227_a0097ce595_o

એક બાઉલમાં જવ, પનીરના ટુકડા, સમારેલ ગાજર, બાફેલા ક્રશ કરેલ બટાટા, સમારેલ કોથમીર, લીંબુનો રસ, આદુ-મરચાંની પેસ્ટ, લાલ મરચું, ગરમ મસાલો, મીઠું અને કેરીનો પાવડર નાખીને હાથેથી બરાબર રીતે મિક્સ કરી લેવું.

હવે આ મિશ્રણમાં થોડું એવું પાણી એટલે કે મિશ્રણ સહેજ-સહેજ પલળે તેટલા જ પાણીને બાઉલમાં છાટવું. ત્યારબાદ આ મિશ્રણના નાના નાના બોલ્સ (ટીક્કીના શેપ ના) કરવા. હવે આવી રીતે બધી જ ટીક્કી તૈયાર કરવી.

ત્યારબાદ આ ટિક્કીને બરાબર ફરીવાર દબાવીને દૂધના બાઉલમાં બોળીને રોલ્ડ જવમાં ટીક્કી નાખવી. આ પ્રમાણે બધી ટીક્કીને પહેલા દૂધમાં બોળીને પછી જવમાં નાખવી. એક નોનસ્ટીક પેનમાં ૧ ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવું.

આ તેલને આખા પેનમાં ફેરવી દેવું. હવે તેના પર તૈયાર કરેલ ટીક્કી નાખવી. ત્યારબાદ આ ટીક્કીની આજુબાજુ ઓઈલ રેડવું. આ ટીક્કીને થોડા સમય બાદ ફેરવતા રહેવું, જ્યાં સુધી ટીક્કી ગોલ્ડન બ્રાઉન રંગની ન થાય ત્યાં સુધી સેકાવા દેવી. તો તૈયાર છે ઓટ્સ ટીક્કી. તમે આને રેડ સોસ સાથે સર્વ કરી શકો છો.

Comments

comments


4,848 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 13