સામગ્રી
* ૨ ટીસ્પૂન ઓઈલ,
* ૧/૨ કપ બારીક સમારેલ ઓનિયન,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,
* ૧ ટીસ્પૂન બારીક સમારેલ લીલા મરચા,
* ૧૧/૨ કપ ફ્રેશ ટોમેટો પલ્પ,
* ૧/૪ કપ પનીરના ટુકડા,
* ૧/૪ કપ બાફેલ મકાઈના દાણા,
* ૧/૪ કપ બાફેલ વટાણા,
* ૧/૨ કપ બારીક સમારેલ ટામેટાં,
* ૧/૨ ટીસ્પૂન ખાંડ,
* ૧/૨ ટીસ્પૂન લાલ મરચું,
* ૧/૨ ટીસ્પૂન ડ્રાય ઓરેગાનો,
* સ્વાદાનુસાર મીઠું.
રીત
સૌપ્રથમ એક પેનમાં ઓઈલ નાખી ગરમ થાય એટલે બારીક સમારેલ ઓનિયન, બારીક સમારેલ લસણ અને બારીક સમારેલ લીલા મરચા નાખીને એકાદ બે મિનીટ સુધી સાંતડવું. પછી આમાં ફ્રેશ ટોમેટો પલ્પ નાખી આને બે મિનીટ સુધી કુક થવા દેવું.
હવે આમાં પનીરના ટુકડા, બાફેલ મકાઈના દાણા, બાફેલ વટાણા, બારીક સમારેલ ટામેટાં, ખાંડ, લાલ મરચું, ડ્રાય ઓરેગાનો અને સ્વાદાનુસાર મીઠું નાખી હળવા હાથે મિક્સ કરવું અને આને ૨ મિનીટ સુધી કુક થવા દેવું.
ત્યારબાદ ચાટ બનાવવા માટે એક પ્લેટમાં ખાખરાના ટુકડા નાખવા અને તેની ઉપર તૈયાર કરેલ ટોમેટો નું ટોપીંગ્સ નાખવું. બાદમાં આને સર્વ કરવું.