બનાવો ટેસ્ટફૂલ ખાખરા પિઝ્ઝા

સામગ્રી

Khakara_Pizza

* ૧/૨ કપ બારીક સમારેલ ટામેટાં,

* ૧/૪ કપ બારીક સમારેલ સફેદ કાંદા,

* ૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ લસણ,

* ૧/૨ ટીસ્પૂન સમારેલ લીલા મરચાની પેસ્ટ,

* ૧/૨ ટીસ્પૂન ખાંડ,

* ૧/૨ ટીસ્પૂન ધાણાજીરું,

* સ્વાદાનુસાર મીઠું,

* ચપટી મરીનો ભૂકો,

* ૧/૨ ટીસ્પૂન ડ્રાઈ ઓરીગાનો,

* ૨ ટીસ્પૂન બટર,

* ૧/૪ કપ બારીક સમારેલ કાંદા,

* ૧/૪ કપ બારીક સમારેલ ગ્રીન કેપ્સીકમ,

* ૧/૪ કપ બારીક સમારેલ યેલ્લો કેપ્સીકમ,

* ૧/૪ કપ બારીક સમારેલ કોબીજની સ્લાઈસ,

* ૨ ઘઉંના લોટના ખાખરા,

* ૧/૨ ટીસ્પૂન છીણેલું ચીઝ,

* ૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ લીલું લસણ.

રીત

પહેલા ટોમેટો સાલસા બનાવવા તવામાં બારીક સમારેલ ટામેટાં, સફેદ કાંદા, બારીક સમારેલ લસણ, સમારેલ લીલા મરચાની પેસ્ટ, ખાંડ, ધાણાજીરું, સ્વાદાનુસાર મીઠું અને ચપટી મરીનો ભૂકો નાખી મિક્સ કરી લેવું. હવે આમાં ડ્રાઈ ઓરીગાનો નાખી ફરી મિક્સ કરવું.

ત્યારબાદ ટોપિંગ બનાવવા માટે એક તવામાં બટર, બારીક સમારેલ કાંદા, બારીક સમારેલ ગ્રીન કેપ્સીકમ, બારીક સમારેલ યેલ્લો કેપ્સીકમ અને બારીક સમારેલ કોબીજની સ્લાઈસ નાખી મિક્સ કરી લેવું. પછી આમાં તૈયાર કરેલ ટોમેટો સાલસા અને સ્વાદાનુસાર મીઠું નાખી મિકસ કરીને એકાદ બે મિનીટ સુધી કુક થવા દેવું.

હવે ઘઉંના લોટના ખાખરા લેવા. પછી તેની ઉપર ટોપિંગ નાખવું અને છીણેલું ચીઝ, બારીક સમારેલ લીલું લસણ નાખી સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,888 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>