બનાવો જૈન કટલેસ વિથ ચીઝ

સામગ્રી

rybnye-kotlety-

*  ૨ કપ છીણેલ ચીઝ,

*  ૧/૨ કપ બાફેલા રાઈઝ,

*  સ્વાદાનુસાર મીઠું,

*  ૧૧/૨ ટીસ્પૂન બારીક સમારેલ મરચાં,

*  ૧/૪ કપ મેંદાનો લોટ,

*  ૧/૪ કપ સમારેલ કોથમીર,

*  ૧/૨ કપ સમારેલ કલરેકલરના કેપ્સીકમ,

*  ૧ કપ બ્રેડ ક્રમ્સ (સુકા બ્રેડનો ભુક્કો).

રીત

એક પ્લેટમાં છીણેલુ ચીઝ કાઢી તેમાં બાફેલા રાઈઝ, સ્વાદાનુસાર મીઠું, બારીક સમારેલ મરચાં અને મેંદાનો લોટ નાખી મિક્સ કરવું. હવે આમાં સમારેલ કોથમીર અને સમારેલ કલરેકલરના કેપ્સીકમ નાખી ફરી મિક્સ કરવું.

ત્યારબાદ આ મિશ્રણના નાના નાના લંબગોળ બોલ્સ બનાવવા. પછી નોનસ્ટીક પેનને ઓઈલથી ગ્રીસ કરવું. હવે આ લંબગોળ બોલ્સની એક સાઈડમાં બ્રેડ ક્રમ્સ લગાવવું અને તેને પેનમાં મુકવા.

પછી આની આજુબાજુ થોડું ઓઈલ રેડવું અને કટલેટ ને એક બાજુ પલટાવવી. આ બોલ્સ બંને બાજુ લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવા. ત્યારબાદ આને ગરમાગરમ ચટણી સાથ સર્વ કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,571 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 5 = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>