બનાવો જુવારની રોટી

સામગ્રી

jowar-mooli -ki-roti

* ૧ કપ જુવારનો લોટ,

* ૧/૨ કપ ખમણેલો મૂળો,

* ૧ ટેબલ સ્પૂન આદું મરચાંની પેસ્ટ,

* ૧ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧ ટેબલ સ્પૂન લાલ હળદર,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧ ટેબલ સ્પૂન ઓઈલ,

* જરૂર મુજબ ગરમ પાણી.

રીત

એક બાઉલમાં જુવારનો લોટ, ખમણેલો મૂળો, આદું મરચાંની પેસ્ટ, લાલ મરચું, હળદર, સ્વાદાનુસાર મીઠું, ઓઈલ અને જરૂર મુજબ ગરમ પાણી નાખીને સોફ્ટ લોટ બાંધવો. હવે રોટલી કરવા માટે જુવારનો લોટ છે એટલે પાટલી ઉપર એક પ્લાસ્ટિકનું કવર મુકીને તેના પર ઓઈલ લગાવવું. ત્યારબાદ રોટીની ઉપર ઢાંકવા માટે પણ એક પ્લાસ્ટિકનું કવર લઈને તેના પર ઓઈલ રેડવું. હવે આ ગ્રીસ કરેલ સાઈડને લોટના એક ગુલ્લા પર પાથરવું.

પછી આને હલકા હાથે વણવી. હવે રોટલી શેકવા માટે ઉપરની પ્લાસ્ટિકની શીટને હટાવી લેવી અને નોનસ્ટીકમાં મુકવી. ત્યારબાદ આને બંને બાજુ શેકવી અને ઓઈલથી ગ્રીસ કરવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,302 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>