ચાઈનીઝ નુડલ્સ સમોસા

make Chinese noodles Samosa

સામગ્રી :

મેંદો – ૧ કપ
અજમો – ૧/૪ નાની ચમચી
મીઠું સ્વાદપ્રમાણે
ઘી- ૨ ચમચી

સ્ટફિંગ માટે :

make Chinese noodles Samosa
નુડલ્સ – ૧ કપ
મશરૂમ – ૨ બારીક સમારેલા
ગાજર – ૧/૪ કપ
લીલા વટાણા – ૧/૪ કપ
મીઠું સ્વાદ અનુસાર
લાલ મરચું પાવડર – ૧/૪ નાની ચમચી
કાળી મરી – ૧/૪ ચમચી
કોથમીર – ૨ થી ૩ ચમચી
લીંબુનો રસ – ૧ ચમચી
સોયા સોંસ – ૧/૨ ચમચી
લીલા મરચાં – ૧ સમારેલા
આદુ અડધો ઈંચ

રીત :

make Chinese noodles Samosa

સમોસા માટે સૌથી પહેલા લોટ બાંધીને તૈયાર કરી લો. એક બાઉલમાં મેંદો, અજમો, મીઠું અને ઘી નાખી લોટની જેમ બાંધી લો. આ લોટને અડધા કલાક માટે ઢાંકીને મુકી દો જેથી લોટ સારી રીતે તૈયાર થઈ જાય. ત્યાં સુધી સમોસા માટે સ્ટફિંગ તૈયાર કરી લો.

સ્ટફિંગ તૈયાર કરવા માટે :

make Chinese noodles Samosa

કઢાઈમાં ૨ ચમચી તેલ ગરમ કરો. ગરમ તેલમાં આદુ અને લીલા મરચાં નાખી તેને શેકો. વટાણાના દાણા નાખી બે મિનિટ સુધી શેકો ત્યારબાદ તેમાં ગાજર નાખી એક મિનિટ સુધી શેકો. ત્યારપછી મશરૂમ ,મીઠું, લાલ મરચું પાવડર, મરી પાવડર, સોયા સોસ અને લીંબુનો રસ ઉમેરી તેને ૧ મિનિટ સુધી હલાવો. પછી તેમાં નૂડલ્સ અને કોથમીર નાખી બધી વસ્તુઓ સારી રીતે મિક્સ કરી લો. સ્ટફિંગ તૈયાર છે.

સમોસા બનાવવા માટે :

make Chinese noodles Samosa

લોટને મસળીને લોઈ બનાવી રોટલી જેમ વણી લો. પછી ચારેબાજુ બરાબર કાપી એક ભાગને ઉપાડી વચમાં આંગળી નાખી કોન જેવો બનાવી લો. કોનમાં ચમચીથી સ્ટફિંગ ભરો. કોન ઉપરથી થોડો ખુલ્લો રાખો. એની કોર પર પાણી લગાવી આ કોનમાં સ્ટફિંગ ભરી કિનારીઓને બંધ કરી દો. આ પ્રકારે બધા સમોસા તૈયાર કરો.

સમોસા ફ્રાય કરો :

make Chinese noodles Samosa

કઢાઈમાં તેલ ગરમ કરો. મિડીયમ ગરમ તેલમાં ૩-૪ સમોસા ફ્રાય કરો. મિડીયમ અને ધીમી આંચ પર સમોસા પલટી તેને તૈયાર કરો. બધા સમોસા આ પ્રકારે તૈયાર કરી લો અને સર્વ કરો.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


5,362 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>