સામગ્રી
* ૪ કપ મમરા,
* ૧/૨ કપ બારીક સમારેલ ઓનિયન,
* ૧/૨ કપ બાફેલ અને બારીક સમારેલ બટાટા,
* ૧/૨ કપ દાડમના દાણા,
* ૩/૪ કપ ખજુર અને આંબલીની ચટણી,
* ૧/૨ કપ મરચાંની લીલી ચટણી,
* ૨ ટીસ્પૂન લસણની ચટણી,
* ૧/૪ કપ બારીક સમારેલ કોથમીર,
* ૧૧/૨ ટીસ્પૂન ચાટ મસાલો,
* સ્વાદાનુસાર મીઠું,
* ૧/૨ ટીસ્પૂન લીંબુનો રસ,
* ૧ કપ સેવ,
* ૧/૨ કપ ક્રશ કરેલ પાપડી,
* ૨ ટીસ્પૂન મસાલા દાળ,
* ૨ ટીસ્પૂન બારીક સમારેલ કાચી કેરી.
રીત
એક બાઉલમાં મમરા, બારીક સમારેલ ઓનિયન, બાફેલ અને બારીક સમારેલ બટાટા, દાડમના દાણા, ખજુર અને આંબલીની ચટણી, મરચાંની લીલી ચટણી, લસણની ચટણી, બારીક સમારેલ કોથમીર, ચાટ મસાલો, સ્વાદાનુસાર મીઠું, લીંબુનો રસ, સેવ અને ક્રશ કરેલ પાપડી નાખી ભેળને હળવા હાથે મિક્સ કરવી.
હવે સર્વ કરવા માટે ગાર્નીશ બાઉલમાં ભેલ કાઢી તેમાં સેવ, ક્રશ કરેલ પાપડી, મસાલા દાળ, બારીક સમારેલ કાચી કેરી, બારીક સમારેલ કોથમીર અને ઉપર પાપડી મુકીને સર્વ કરો.