બનાવો ચટાકેદાર ચોખાના લોટનું ખીચું

સામગ્રી

Whole Rice Khichu 1

* ૧ કપ પલાળેલા ચોખા

* ૧ ટેબલ સ્પૂન ધી,

* ૨ ટેબલ સ્પૂન આખું જીરું,

* ૧ ટેબલ સ્પૂન તલ,

* ૧/૨ ટેબલ સ્પૂન હિંગ,

* સ્વાદાનુસાર મીઠું,

* ૧૧/૨ ટેબલ સ્પૂન સમારેલ લીલા મરચા,

* ૧/૪ કપ સમારેલ કોથમીર,

* ૧ કપ પાણી,

* ૧ ટેબલ સ્પૂન ધી,

* ૧/૨ ટેબલ સ્પૂન લાલ મરચું,

* ૧/૪ ટેબલ સ્પૂન લીંબુનો રસ.

રીત

ચોખાને અડધી કલાક સુધી ૨ કપ પાણીમાં પલાળી રાખવા. પલાળેલા આ ચોખાને હાથેથી મસળી નાખવા (ચોખા ભાંગવા અને પાણી ન ફેકવું). હવે નોનસ્ટીક પેનમાં ધી ને ગરમ કરવું. ત્યારબાદ તેમાં આખું જીરું, તલ અને હિંગ નાખીને મિક્સ કરી લેવું. પછી તેમાં પલાળેલા અને ક્રશ કરેલ પાણીવાળા ચોખા અને સ્વાદાનુસાર મીઠું નાખીને મિકસ કરવું.

આ મિશ્રણને મીડીયમ ફ્લેમ પણ ઉકાળવું, જેથી બધુ પાણી બળી જાય. હવે પાંચ મિનીટ પછી સમારેલ લીલા મરચા, સમારેલ કોથમીર અને ફરીવાર ૧ કપ પાણી નાખીને બરાબર મિક્સ કરવું. આ મિશ્રણને પાંચ મિનીટ સુધી કુક થવા દેવું. તો તૈયાર છે ચટાકેદાર ચોખાના લોટનું ખીચું.

આને ગાર્નીશ કરવા માટે એક બાઉલમાં ખીચું નાખવું. હવે આ બાઉલમાં ધી, લાલ મરચું અને લીંબુનો રસ નાખીને પીરસવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,169 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 21

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>